1. Home
  2. ગુજરાતી
  3. રાજકોટ મનપાનું કરબોજા વગરનું રૂ. 2275 કરોડનું ડ્રાફ્ટ બજેટ કરાયું રજૂ, 100 ઈલેક્ટ્રિક બસો દોડાવાશે
રાજકોટ મનપાનું કરબોજા વગરનું રૂ. 2275 કરોડનું ડ્રાફ્ટ બજેટ કરાયું રજૂ, 100 ઈલેક્ટ્રિક બસો દોડાવાશે

રાજકોટ મનપાનું કરબોજા વગરનું રૂ. 2275 કરોડનું ડ્રાફ્ટ બજેટ કરાયું રજૂ, 100 ઈલેક્ટ્રિક બસો દોડાવાશે

0
Social Share

અમદાવાદઃ સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટ શહેરમાં કોર્પોરેશનનું રૂ. 2275 કરોડનો ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. કરબોજા વગરના આ ડ્રાફ્ટ બજેટમાં આગામી દિવસોમાં શહેરમાં 100 ઈલેક્ટ્રીક બસ દોડાવવાનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત મિલકત વેરાનો લક્ષ્યાંક વધારીને રૂ. 340 કરોડ રાખવામાં આવ્યો છે. રાજકોટ શહેરમાં સમાવવામાં આવેલા વિસ્તારોમાં બે નવા અર્બન હેલ્થ સેન્ટર શરૂ કરવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ કોર્પોરેશનના ડ્રાફ્ટ બજેટમાં નવા ભળેલા ઘંટેશ્વર મુંજકા અને મોટા મવા ગામમાં ભૂગર્ભ ગટર માટે 915 લાખની જોગવાઈ કરવામાં આવી છે. શહેરમાં વટીકલ ગાર્ડન અને સર્કલ  રીડેવલોપમેન્ટ કરવામાં આવશે. જામનગર રોડ પર જર્જરિત થયેલા બ્રિજનું નવીનિકરણ થશે. ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે ત્રિકોણબાગ ખાતે મલ્ટી લેવલ પાર્કિંગની વ્યવસ્થા થશે. આ સાથે જ 4 ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવશે. શહેરના ધર્મેન્દ્ર રોડ સહિત મુખ્ય બજાર માટે મલ્ટીલેવલ સામાન હેરાફેરીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જ નવા ભળેલા વિસ્તાર માટે બે નવા અર્બન હેલ્થ સેન્ટર શરૂ કરવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code