Site icon Revoi.in

મહારાષ્ટ્રનું રાજકરણ ગરમાયું, NCP નેતા શરદ પવારના ભત્રિજા અજીત પવાર એનડીએમાં જોડાયા – ડિપ્ટી સીએમ તરીકે શપથ ગ્રહણ કર્યા

Social Share

મુંબઈઃ- મહારાષ્ટ્રના રાજકરણમાં ખળભરાટ મચી જવા પામ્યો છે આજરોજ રવિવારે અજીત પવાર એનડીએમાં સામેલ થતા સમાચારોની હેડલાઈન બન્યા છે સાથે જ તેમણે ડિપ્ટી સીએમ તરીકે શપથ ગ્રહમ પણ કરી લીધા છે એટલે કે હવે મહારાષ્ટ્રમાં બે ડિપ્ટી સીએમ હશે.

શરદ પવારના ભત્રિજાએ પોતાના કાકાને ઝટકો આપર્યો છે એમ કહી ેતો ખોટૂ નથી કારણ કે કહેવાય રહ્યું છે કે તેમણે શરદ પવારને જાણ કર્યા વિનાજ આ બેઠક બોલાવીને નિર્ણય લઈ લીધો હતો. જેના કારણે હારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલ મચી જવા પામી છે.શિવસેના-ભાજપ ગઠબંધનમાં તિરાડ વચ્ચે આ સમાચાર ચર્ચાનો વિષય બન્યા છે.

શરદ પવારના ભત્રીજા અને વિરોધ પક્ષના નેતા અજિત પવારે તેમની પાર્ટીને આંચકો આપ્યો છે. તેમણે NCP છોડી દીધી છે અને હવે NDA એટલે કે મહારાષ્ટ્ર સરકારમાં સામેલ થઈ ગયા છે. તેમણે રવિવારે બપોરે ડેપ્યુટી સીએમના શપથ લીધા હતા.

પ્રાપ્ત વિગત પ્રમાણે મહારાષ્ટ્રમાં શિવસેના-ભાજપની મુખ્ય વિપક્ષી પાર્ટીઓમાંની એક એનસીપી અલગ થઈ ગઈ છે. એનસીપી નેતા અજિત પવારે રવિવારે જ તેમના નિવાસસ્થાને પાર્ટી નેતાઓની બેઠક બોલાવી અને પછી સીધા રાજભવન પહોંચ્યા.

રાજભવન પહોચ્યા બાદ અજિત અહીં મહારાષ્ટ્રના સીએમ શિંદે અને ડેપ્યુટી સીએમ ફડણવીસની હાજરીમાં એનડીએમાં જોડાય ગયા હતા. ત્યાર બાદ તેમણે રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.વધુ માહિતી પ્રમાણે નાયબ મુખ્યમંત્રી અજિત પવારને NCPના 40 ધારાસભ્યો અને NCPના 6 MLCનું સમર્થન મળ્યું છે.

અજિત પવાર બાદ મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ રાજભવન પહોંચ્યા હતા. અજિત પવારના શપથ લીધા બાદ મહારાષ્ટ્રમાં હવે બે ડેપ્યુટી સીએમ તરીકે ફરજ બજાવતા જોવા મળશે . આ સહીત NCPના નવ ધારાસભ્યોને પણ મહારાષ્ટ્ર કેબિનેટમાં મંત્રી તરીકે સામેલ કરવામાં આવ્યા છે.