Site icon Revoi.in

બનાસકાંઠા જિલ્લા એથ્લેટિક્સ ગેમ્સઃ ભાભરની સ્કૂલના વિદ્યાર્થીએ 200 મીટર દોડમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું

Social Share

અમદાવાદઃ બનાસકાંઠા જિલ્લામાં એથ્લેટિક્સ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગેમ્સમાં અંડર-14માં 200 મીટર દોડમાં ભાભરની સ્કૂલના વિદ્યાર્થીએ પ્રથમ ક્રમે મેળવીને સ્કૂલનું ગૌરવ વધાર્યું છે.

બનાસકાંઠા જિલ્લા એથ્લેટિક્સ ગેમ્સમાં ભાભરની સ્કૂલ રાધે ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અંડર 14ની 200 મીટર દોડમાં કમલેશ મહેશભાઈ ઠાકોરે પણ ભાગ લગાવ્યો હતો. અંડર 14ની 200 મીટરની દોડમાં કમલેશ ઠાકોરે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જેથી રાધે ઈન્ટરનેશનલ સ્કૂલના સંચાલકો અને પરિવારજનોએ શુભકામનાઓ પાઠવી હતી.