Site icon Revoi.in

પ્રજાસત્તાક દિવસે વાયુસેનાના નવ રાફેલ અને IL-38 સહિત કુલ 50 એરક્રાફ્ટ પોતાની કરતબ દેખાડશે

Social Share

દિલ્હીઃ- ગણતંત્રના દિવસને લઈને સમગ્ર દેશમાં તૈયારીઓ ચાલી રહી છે તેવી સ્થિતિમાં રાજધાની દિલ્હીમાં ગણતંત્ર દિવસની પરેડ કર્તવ્ય પથ પર યોજાનાર છે આ વખતે દર્શકોની સંખ્યા 1 લાખથી ઘટાડીને 45 હજાર સુધી કરી દેવામાં આવી છે તો સાથે જ વીવીઆઈપી આમંત્રિત મહેમાનોનું લીસ્ટ પણ ટૂંકુ કરી દેવાયું છે.

જો ગણતંત્ર દિવસની પરેડની વાત કરીએ તો આ દિવસને લઈને આ વખતે નૌસેના નવ રાફેલ અને IL-38 સહિત કુલ 50 એરક્રાફ્ટ રાજધાની દિલ્હીના ડ્યુટી પથ પર યોજાનારી પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભાગ લેશે.

આ સહીત ભારતીય વાયુસેનાએ અહીં એક પત્રકાર પરિષદમાં ઝાંખીના મોડેલનું પણ અનાવરણ કર્યું હતું, જે 26 જાન્યુઆરીએ પરેડ દરમિયાન પ્રદર્શિત કરવામાં આવશે. ગયા વર્ષે રાજપથનું નામ બદલીને કર્તવ્ય પથ રાખવામાં આવ્યા બાદ આ અહીં પ્રથમ ગણતંત્ર દિવસની ઉજવણી હશે.

આ બાબતને લઈને ભારતીય વાયુસેનાના અધિકારીએ આ માહિતી આપી હતી ,નૌકાદળનું IL-38 એરક્રાફ્ટ આ વખતે કદાચ પ્રથમ અને છેલ્લી વખત પ્રદર્શિત કરવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું. IAF અધિકારીએ કહ્યું કે IL-38 એ ભારતીય નૌકાદળનું મેરીટાઇમ રિકોનિસન્સ એરક્રાફ્ટ છે, જે લગભગ 42 વર્ષથી દેશની સેવામાં છે. “તે અહીં પ્રથમ વખત પ્રદર્શિત કરવામાં આવશે.