Site icon Revoi.in

અમદાવાદ, સુરત, ભાવનગર મહાનગરો સહિત કુલ 7 ટાઉન પ્લાનીંગ સ્કીમને મંજૂર

Social Share

અમદાવાદઃ રાજ્યમાં શહેરી વિકાસને વધુ વ્યાપક અને વેગવંતો બનાવતાં અમદાવાદ, સુરત અને ભાવનગર મહાનગરો સહિત કુલ 7 ટાઉન પ્લાનીંગ સ્કીમને સરકારે મંજૂર કરી છે. તેમાં સુરતની 4 પ્રિલીમીનરી ટી.પી, અમદાવાદની અને ભાવનગરની 1-1 પ્રિલીમીનરી ટી.પી તેમજ બાવળાની 1 ડ્રાફટ ટી.પી નો સમાવેશ થાય છે.

રાજ્ય સરકારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રારંભિક ટી.પી સ્કીમ નં. 27 ભટાર-મજૂરા, સ્કીમ નં.51 ડભોલી, સ્કીમ નં. 50 વેડ-કતારગામ અને સુરત શહેરી વિકાસ સત્તામંડળ-સુડાની પ્રારંભિક ટી.પી સ્કીમ નં. 85 સરથાણા-પાસોદરા-લાસકાણાની મંજૂરી આપી છે.

સુરત મહાનગરપાલિકાની આ 3 પ્રારંભિક ટી.પી સ્કીમ મંજૂર થવાના પરિણામે બાગ-બગીચા, રમત-ગમતના મેદાન માટે કુલ 8.94 હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે.

એટલું જ નહિ, જાહેર સુવિધાના કામો માટે 16 હેક્ટર્સ જમીન ઉપલબ્ધ થશે. આર્થિક રીતે નબળા વર્ગના EWS આવાસોના નિર્માણ માટે 8.58 હેક્ટર્સ જમીન પર 7600 આવાસોનું નિર્માણ થઇ શકશે.

સુરત શહેરી વિકાસ સત્તામંડળ-સુડાની  પ્રિલીમીનરી ટી.પી સ્કીમ 85 સરથાણા-પાસોદરા-લાસકણા મુખ્યમંત્રીએ મંજૂર કરી છે તેના કારણે જાહેર સુવિધાના કામો માટે 9.25 હેક્ટર્સ, બાગ-બગીચા, રમત-ગમત મેદાનો જેવી સગવડ માટે 6.69 હેક્ટર્સ તેમજ 5100 EWS આવાસો નિર્માાણ થાય તે હેતુસર 5.72 હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થવાની છે.

આંતરમાળખાકીય સુવિધાઓના ખર્ચને પહોચી વળવા વેચાણ માટે અંદાજે 1.73 હેક્ટર્સ મળી સુડાની આ સ્કીમમાં અંદાજે કુલ 23.41 હેક્ટર્સ જમીન અને સુરત મહાનગરની 3 પ્રારંભિક ટી.પી સ્કીમમાં કુલ 41 હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે.

સુરત મહાનગરની ત્રણ પ્રારંભિક ટી.પી સ્કીમ સ્કીમ નં-51 ડભોલી સ્કીમ નં-27, ભટાર-મજૂરા અને સ્કીમ નં. 50 વેડ કતારગામ ત્રણેયમાં આંતરમાળખાકીય સુવિધાના ખર્ચને પહોચી વળવા વેચાણના હેતુસર કુલ મળીને 6.84 હેક્ટર્સ જમીન ઉપલબ્ધ થવાની છે.