Site icon Revoi.in

સમગ્ર દેશમાં ગાંધી નિર્વાણ દિવસે બે મિનિટનું મૌન પાડવામાં આવશે

Social Share

દિલ્હીઃ દેશમાં તા. 30મી જાન્યુઆરીના રોજ મહાત્મા ગાંધીના નિર્વાણ દિવસ નિમિતે દેશની આધાજી માટે બલિદાન આપનારા તમામ દેશપ્રેમીઓની યાદમાં બે મિનિટનું મૌન પાડવામાં આવશે. આ સમયગાળા દરમિયાન કામકાજ અને આવનજાવન ઉપર પણ રોક લગાવવામાં આવષે. આ અંગે કેન્દ્ર સરકારે નિર્દેશ જાહેર કર્યો છે. એમાં કહેવાયું છે કે આ દિવસને દર વખતની જેમ શહિદ દિવસ તરીકે મનાવવાનું નક્કી કરાયું છે.

ગૃહમંત્રાલયના આદેશ અનુસાર, 30 જાન્યુઆરીને દર વર્ષે 11 વાગ્યે 2 મિનિટનું મૌન રાખવામાં આવશે. આ સાથે સમગ્ર દેશમાં 2 મિનિટ માટે કોઈ જાતનું કામકાજ અથવા આવનજાવન નહીં થાય. જે જગ્યાઓ પર સાયરનની વ્યવસ્થા છે ત્યાં મૌનની યાદ અપાવવા માટે સાયરન વગાડવામાં આવશે. ક્યાંક ક્યાંક આર્મિ ગનથી ફાયર પણ કરવામાં આવશે તે બતાવવામાં આવશે. આ એલર્ટ 10.59 મિનિટ પર કરવામાં આવશે. આ પછીથી 2 મિનિટ માટે બધાને મૌન રહેવાનું છે. ગૃહ મંત્રાલયના આદેશ મુજબ આ અમલ ફરજિયાત કરવાનો રહેશે. જે જગ્યાઓ પર સિગ્નલ નથી ત્યાં સુવિધા મુજબ કોઈ પણ રીતે સંદેશ પહોંચાડવામાં આવશે. પહેલા મૌન દરમિયાન કોઈ પણ ઓફિસમાં કામકાજ ચાલુ રહેતું હતું. પરંતુ હાલમાં આને સખ્તાઈથી લાગુ કરવાનો આદેશ જારી કર્યો છે.