Site icon Revoi.in

ઓખા નજીક દરિયામાં 4 ડોલ્ફિનનો રમતિયાળ અંદાજનો વિડિયો સોશ્યલ મીડિયામાં થયો વાયરલ

Social Share

જામનગરઃ ગુજરાતમાં 1600 કિમીનો દરિયા કિનારો આવેલા છે. જેમાં જામનગરથી દ્વારકા સુધીનો દરિયામાં અનેક જીવ સૃષ્ટિનો વસવાટ કરે છે. પિરોટન ટાપુ પર તો જળજીવ સૃષ્ટિને નિહાળવા માટે અનેક પર્યટકો આવતા હોય છે. તાજેતરમાં ઓખા નજીક સમુદ્રનો  ચાર ડોલ્ફિનનો રમતીયાળ અંદાજનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો.

દેશમાં સૌથી મોટો દરિયાકાંઠો ધરાવતા ગુજરાતના દરિયામાં હવે ડોલ્ફિને પણ વસવાટ શરૂ કર્યો છે. ઓખા નજીક રમતિયાળ અંદાજમાં ત્રણથી ચાર ડોલ્ફિનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. ઘટનાને પગલે જિલ્લાના પર્યાવરણપ્રેમીઓમાં હર્ષની લાગણી ફેલાઈ હતી. જામનગર નજીક આવેલા મરીન નેશનલ પાર્કમાં મોટી સંખ્યામાં દરિયા જીવસૃષ્ટિ વસવાટ કરે છે. પિરોટન ટાપુ અને નરારા ટાપુ પર અલભ્ય દરિયાઈ જીવસૃષ્ટિ જોવા મળે છે. પોરબંદર આસપાસના દરિયાઈ વિસ્તારમાં પણ માછીમારોને અવારનવાર ડોલ્ફિનના ઝુંડ જોવા મળી રહે છે. ઓખા, દ્વારકા અને પિરોટન ટાપુમાં દરિયામાં થોડા દૂર જઈએ એટલે બોટની નજીક આવીને ઊંચી છલાંગ નાખતી ડોલ્ફિન જોવા મળે એવી પૂરી શક્યતા છે. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો.

જામનગર નજીક પીરાટોન ટાપુમાં તો જીવ સૃષ્ટિનો અભ્યાસ કરવા  યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ આવતા હોય છે. મરીન નેશનલ પાર્કમાં મોટી સંખ્યામાં દરિયાઈ જીવસૃષ્ટિ વસવાટ કરે છે. પિરોટન ટાપુ અને નરારા ટાપુ પર અલભ્ય દરિયાઈ જીવસૃષ્ટિને નિહાળવા માટે અનેક પ્રવાસીઓ પણ આવતા હોય છે. ત્યારે ડોલ્ફિનનો વસવાટથી આ વિસ્તારનો પર્યટન ક્ષેત્રે પણ વિકાસ થઈ શકે તેમ છે.