Site icon Revoi.in

સુરતના ગાર્ડનમાં 159 જેટલી ડેકોરેટિવ LED લાઈટ્સ તસ્કરો ઉઠાવી ગયા

Social Share

સુરતઃ  શહેરના વેસુ કેનાલ રોડ પર મ્યુનિ.કોર્પોરેશન  દ્વારા આઇકોનિક વોક વે એન્ડ ગાર્ડન તૈયાર કરવામાં આવ્યો છે. એલઇડી ડેકોરેટીવ લેટરન લાઇન નંગ 159,  કિંમત રૂપિયા 3.18 લાખની ચોરી કરીને બે યુવાનો ભાગી ગયા હતા. ઇલેક્ટ્રીક થાંભલા પર ચડીને  કિંમતી એલઈડી લાઈટ્સની ચોરી કરતા બે બાઇક સવાર સીસીટીવીમાં કેદ થયા હતા. આ વિસ્તારમાં સુરત કોર્પોરેશન દ્વારા 500 જેટલી લાઇટો લગાવી છે. જે પૈકીની 159 જેટલી એલઈડી લાઈન લાઇટો અને અન્ય સાધનોની ચોરી કરીને  બે યુવાનો ફરાર થઇ ગયા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ સુરતના વેસુ કેનાલ રોડ ખાતે જી.ડી ગોએન્કા સ્કૂલ નજીક એસએમસીના આઇકોનિક વોક વે એન્ડ ગાર્ડનમાં એલઇડી ઉપરાંત ડેકોરેટીવ લેટરન એલઇડી લગાવાઇ હતી. એસએમસી દ્વારા 500 એલઇડી ડેકોરેટીવ લાઇટો લગાવી હતી. જે પૈકી 3.18 લાખની કિંમતની 159 નંગની ચોરી થઇ હતી. જેની જાણ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશના ઇલેક્ટ્રીક કોન્ટ્રાક્ટરને થતા તત્કાલ જ દોડી ગયો હતો. ઘટના અંગે ખટોદરા પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી હતી.  ફરિયાદ દાખલ થતા પોલીસ દ્વારા તત્કાલ તપાસ આદરવામાં આવી હતી. આસપાસના સીસીટીવી ચેક કરવામાં આવતા બે યુવકો બાઇક પર ચોરી કરીને જતા દેખાઇ રહ્યા છે. બાઇકનો પોલીસે શોધી લઈને નાસી ગયેલા બે યુવાનોને શોધવા પોલીસે કવાયત શરૂ કરી છે. જો કે હાલ તો સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા આ ચોરોને ઝડપવાના પ્રયાસો છતાં બન્ને યુવાનો હાથ લાગ્યા નથી. પણ સીસીટીવીમાં બાઈકનો નંબર મેળવી લેવામાં આવ્યો છે. અને લાઈટ ચોરો એકાદ દિવસમાં પકડાઈ જશે તેમ પાલીસ અધિકારીએ જણાવ્યું હતું.