1. Home
  2. Tag "theft"

મહારાષ્ટ્રઃ ગોધરાકાંડ કેસનો આરોપી ચોરીના ગુનામાં ઝડપાયો

મુંબઈઃ ગોધરા ટ્રેન હત્યાકાંડના દોષિત સલીમ ઉર્ફે સલમાન યુસુફ જર્દા (ઉ.વ. 44)ની મહારાષ્ટ્રના પુણેમાં ચોરીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ગોધરા ઘટનામાં દોષિત ઠેરવવામાં આવ્યા બાદ સલીમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી, પરંતુ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જામીન પર બહાર આવ્યા બાદ તે ફરાર થઈ ગયો હતો. પોલીસે જણાવ્યું હતું કે 7 જાન્યુઆરીએ ગ્રામીણ પુણેના જુન્નારથી […]

સોશિયલ મીડિયામાંથી તમારા ફોટા ચોરી રહ્યા છે સાઈબર ગુનેગારો !

આધુનિક ટેક્નોલોજીએ આપણું જીવન સરળ બનાવ્યું છે ત્યારે તેના ખતરનાક પાસાઓ પણ સામે આવી રહ્યા છે. આમાંની એક ડીપફેક ટેકનોલોજી છે, જેનો ઉપયોગ હવે સાયબર ગુનેગારો દ્વારા હથિયાર તરીકે કરવામાં આવી રહ્યો છે. આ ટેકનિક દ્વારા કોઈપણ વ્યક્તિની તસવીર કે વીડિયોને વાંધાજનક સામગ્રીમાં બદલીને બદનામ કરી શકાય છે. ખાસ કરીને ડીપફેક ટેક્નોલોજી દ્વારા મહિલાઓની તસવીરો […]

ગાંધીનગરના કૂડાસણમાં હોસ્પિટલમાં ચોરીના કેસમાં કર્મચારી પકડાયો

કૂડાસણની હોસ્પિટલમાં 9 લાખના મેડિકલ ઉપકરણોની ચોરી થઈ હતી સીસીટીવી કૂટેજમાં હોસ્પિટલને એટેન્ડન્ટ ચોરી કરતો જોવા મળ્યો SPGએ મુદ્દામાલ સાથે આરોપી કર્મચારીને ઝડપી લીધો ગાંધીનગરઃ શહેરના કુડાસણ વિસ્તારમાં આવેલી સ્કાય સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં થયેલી મેડિકલ સાધનોની ચોરીનો ભેદ ઉકેલી પોલીસે આરોપી કર્મચારીની ધરપકડ કરી છે. હોસ્પિટલમાં જ એટેન્ડન્ટ તરીકે નોકરી કરતો કર્મચારી આ ચોરીમાં સંડોવાયેલો […]

દારૂની દુકાને ચોરી કરવા ગયેલો યુવક બોટલ જોઈને લલચાઈ બીયર પી ગયો, સવાર સુધી સૂતો રહ્યો

તેલંગાણાના મેડક જિલ્લામાંથી ચોરીની એક વિચિત્ર ઘટના સામે આવી છે. મેડક જિલ્લાના નરસિંહ મંડલમાં, એક ચોર દારૂની દુકાનમાં ચોરી કરવા ગયો, પરંતુ તે કરી શક્યો નહીં. પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ ચોર એટલો નશામાં હતો કે તે ત્યાં જ સૂઈ ગયો. પોલીસે જણાવ્યું કે નરસિંઘી મંડલ સેન્ટરમાં કનકદુર્ગા વાઇનના મેનેજરએ દુકાનને તાળું મારી દીધું અને […]

ચોરી ના થઈ જાય ફોનનો તમામ ડેટા, ખતરામાં કરોડો યુઝર્સ, સરકારે કહ્યું- તરત કરો આ કામ

ગુગલ ક્રોમનો ઉપયોગ કરતા કરોડો લોકો ખતરામાં છે. ભરત સરકારે તેને લઈ ચેતવણી કરી છે. કમ્પ્યૂટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમએ ગૂગલ ક્રોમ વેબ બ્રાઉઝરના કેટલાક વર્ઝનમાં જોવા મળેલી સુરક્ષા ખામીઓને લઈને ચેતવણી આપી છે. હેકર્સ આ કમજોરીઓનો ફાયદો ઉઠાવી તમારી સિસ્ટમનો ડેટા નિકાળી શકે છે. આ ડેટામાં લોગીન ક્રેડેશિયલ અને ફાઈનેંશિયલ ડિટેલ્સનો સમાવેશ થાય છે. WINDOWS […]

બળાત્કાર, ચોરી અને લૂંટ સહિતના ગુનાઓમાં નંબર 1 છે મુસ્લિમોઃ AIUDFના વડા બદરુદ્દીન અજમલ

નવી દિલ્હીઃ ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF)ના વડા બદરુદ્દીન અજમલે મુસ્લિમો પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે તેમણે પ્રશ્ન પૂછ્યો કે, મોટાભાગના મુસ્લિમો ગુનાહિત પ્રકૃતિ અને પૃષ્ઠભૂમિના કેમ છે? તેમણે કહ્યું કે, ‘ચોરી, બળાત્કાર, લૂંટ જેવા ગુનાઓમાં મુસ્લિમો નંબર વન કેમ છે, અમે જેલમાં કેમ નંબર વન છીએ? આ […]

અમદાવાદના એરપોર્ટ પર વિદેશથી આવેલા પ્રવાસીની બેગમાંથી પાંચ લાખના દાગીના-રોકડની ચોરી

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય વિમાની મથક એર ટ્રાફિકથી ધમધમતુ રહેતુ હોય છે. વિદેશથી રોજબરોજ હજારો પ્રવાસીઓ એરપોર્ટ પરથી આવાગમન કરતા હોય છે. ત્યારે વિદેશથી આવતા પ્રવાસીઓના માલ-સામાનની ચોરીના બનાવો પણ બની રહ્યા છે. વિદેશી પ્રવાસીની બેગમાંથી ચોરીનો બનાવ બન્યો હતો. રાત્રે વિયેટજેટની ફ્લાઈટમાં મલેશિયાથી અમદાવાદ આવેલા એક પરિવારની બેગમાંથી ત્રણ દેશની કરન્સી, તેમજ સોનાના […]

સબ સલામતના પોલીસના દાવાઓ વચ્ચે મહેસાણામાં રાજકીય આગેવાનની ઓફિસમાં ચોરી

અમદાવાદઃ રાજ્યમાં ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગંભીર બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. બીજી તરફ ગુનાખોરીને અટકાવવા માટે સઘન પેટ્રોલીંગ અને વાહન ચેકીંગ કરવામાં આવતું હોવાનો પોલીસ દાવા કરી રહી છે. હવે બેફમ બનેલા તસ્કરો સામાન્ય પ્રજાને જ નહીં રાજકીય આગેવાનોની મિલકતને નિશાન બનાવી રહ્યાં છે. મહેસાણામાં સાંસદની ઓફિસમાં ચોરી થયાનું જાણવા મળે છે. પ્રાપ્ત […]

દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની વિવિધ પરીક્ષાઓમાં ચોરી કરતાં 196 વિદ્યાર્થીઓ પકડાયાં

સુરતઃ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની બીકોમ, બીસીએ, બીબીએ સહિતની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે. જેમાં કુલ 196 વિદ્યાર્થીઓ સામે કોપી કેસ કરવામાં આવ્યા હતા. આ સાથે જ જે તે વિષયમાં કોપી કરતા પકડાયા તેના માર્ક શૂન્ય કરાયા હતા. જ્યારે કેટલાક વિદ્યાર્થીઓના પરિણામો  રદ કરવામાં આવ્યા હતા.  ચોરી કરતા પકડાયેલા 196 પૈકી 20 ટકા એટલે […]

અમદાવાદના ખોડીયાર કન્ટેનર ડેપોમાંથી જાણભેદુ કોફી મશીન, ક્લિનિંગ મટિરીયલ ઉઠાવી ગયા

અમદાવાદઃ ગાંધીનગરના અડાલજ પાસેના ખોરજ ખોડીયાર કન્ટેનર ડેપો ખાતેથી જર્મનીથી મંગાવવામાં આવેલા ચાર કોફી મશીન અને કલિંનિંગ મટીરીયલ કોઈ જાણભેદુ ઉઠાવી ગયા છે. કસ્ટમ ઓથોરીટીઝ દ્વારા ડેપોમાં રાખવામાં આવેલા કન્ટેનરની તપાસ કરવામાં આવતાં સમગ્ર ચોરીની ઘટના પ્રકાશમાં આવતા આખરે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના બોડકદેવમાં રહેતાં મોનીશ ભુપેન્દ્રભાઇ મુન્શીએ નોંધાવેલી ફરિયાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code