1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. દહેગામના ઔષધવનમાં તસ્કરોનો તરખાટઃ ચંદનના 6 વૃક્ષની ચોરી
દહેગામના ઔષધવનમાં તસ્કરોનો તરખાટઃ ચંદનના 6 વૃક્ષની ચોરી

દહેગામના ઔષધવનમાં તસ્કરોનો તરખાટઃ ચંદનના 6 વૃક્ષની ચોરી

0
Social Share

અમદાવાદઃ દહેગામના નાંદોલ ગ્રામ પંચાયતની ગૌચરની જમીનમાં આવેલા ઔષધવનમાંથી રાત્રીના અંધકારમાં પુષ્પા સ્ટાઈલમાં તસ્કરો આરામથી ચંદનના છ વૃક્ષો કાપીને વાહનમાં ભરીને નાસી ગયાની ઘટના પ્રકાશમાં આવતા તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર તેમજ પોલીસ દોડતી થઇ ગઈ હતી. તસ્કરો લાખો રૂપિયાની કિંમતના ચંદનના છ વૃક્ષો ચોરીને નાસી જતાં અંદરના કોઈ માણસની સંડોવણી હોવાની શક્યતા વર્તાઈ રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગરમાં છેલ્લા ઘણા સમયથી ચંદન ચોર સક્રિય થયા હોય તેમ ચંદનના ઝાડ કાપીને ચોરી કરતા હોવાના બનાવોમાં વધારો થયો છે. તાજેતરમાં જ મહુડીથી ફતેપુરા ત્રણ રસ્તા પરથી કારમાંથી પોલીસે તપાસ કરતાં 178 કિગ્રા સુખડ અને ચંદનના લાકડા સાથે 9.34 લાખનો મુદામાલ ઝડપી પાડી પાંચ ઈસમોની ધરપકડ કરાઈ હતી. દરમિયાન હવે દહેગામના નાંદોલનાં ઔષધવન માંથી લાખોની કિંમતના ચંદનના વૃક્ષોની ચોરીની ઘટના બનતા વનવિભાગ અને પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર નાંદોલ ગ્રામ પંચાયતની ગૌચરની જમીનમાં ઔષધવન ઊભું કરવામાં આવ્યું છે. અહીં વિવિધ જાતના ઔષધીય વૃક્ષોની સાથે ચંદનના વૃક્ષો પણ ઉછેરવામાં આવ્યા છે. રાત્રીના સમય દરમ્યાન ચંદન ચોર ટોળકી ઔષધવનમાં ત્રાટકી હતી. અને રાત્રીના અંધકારમાં આરામથી ચંદનના છ વૃક્ષોની ડાળીઓ કાપી નાખીને લાખોની કિંમતના આખે આખા થડ કોઈ વાહનમાં ભરીને પલાયન થઈ ગયા હતા.

આ બનાવની જાણ થતાં જ તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, ગામના તલાટી કમ મંત્રી તેમજ સ્થાનિક પોલીસ ઔષધવન દોડી ગયા ગયા હતા. જ્યારે એક ચંદનનું ઝાડ કાપી નાખ્યાં બાદ તેને સ્થળ ઉપર જ મૂકીને તસ્કરો નાસી છુટયા હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. ત્યારે ચંદન ચોર ગેંગ વાહન તેમજ કટર લઈને આવ્યા હોવાનું બહાર આવ્યું છે. તો ચંદનના વૃક્ષો કાપતા પહેલા ચંદન ચોર ગેંગે ઉક્ત સ્થળની રેકી કરીને ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો ઉપરાંત કોઈ અંદરના માણસની સંડોવણી હોવાની શક્યતા પણ વર્તાઈ રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code