Site icon Revoi.in

બલ્ગેરિયાની મહિલા બાબા વેંગાના મતે, વર્ષ 2023 અશુભ!, જાણો શું કરી ભવિષ્યવાણી

Social Share

નવી દિલ્હી :  વિશ્વ ડગલે ને પગલે બદલાઈ રહ્યું છે. આધુનિક ટેકનોલોજી અને અવનવી શોધોના આ જમાનામાં દરેક મિનિટે એક નવી વાત જાણવા મળે છે, ત્યારે આપણને એક કુતૂહલ હવે પછીની મિનિટે શું થવાનું છે, તેનું પણ કાયમ રહેતું હોય છે! આપણામાંના દરેકને પોતાના આવનારા જીવનમાં શું શું બનવાનું છે, તે જાણવામાં રસ હોય છે અને બલ્ગેરિયાની એક અંધ મહિલા જે પોતાને વેન્ગા બાબા તરીકે ઓળખાવે છે, અવારનવાર આવી ભવિષ્યવાણીઓ કરતી હોય છે. પણ આ વખતે  મહિલાએ જે આગાહીઓ કરી છે તેમાં વર્ષ 2023ને તે અશુભ કહી રહી છે. જાણો શું કહે છે આ મહિલા?

આ મહિલાની વાતો પરથી લાગે છે કે વિશ્વ માટે આવનારું ૨૦૨૩નું  વર્ષ ભયાનક બની રહેશે. કાળજું કંપી જાય તેવી અને આંખો ફાટી જાય તેવી અનેક આગાહીઓ આ મહિલા અગાઉ પણ કરી ચૂકી છે અને તે સઘળી સાચી પડી છે! પછી તે પ્રિન્સેસ ડાયનાના કસમય મૃત્યુની આગાહી હોય કે બરાક ઓબામા પ્રમુખપદની  વાત  હોય!

બાબા વેંગાએ વર્ષ 2023 માટે 5 હચમચાવી નાંખે તેવી ભવિષ્યવાણીઓ કરી છે, જો તે સાચી પડશે તો ખરેખર આવનારું વર્ષ 2023 વિનાશનું વર્ષ બની જશે. બાબા વેંગાના જણાવ્યા અનુસાર, આવતાં વર્ષે પૃથ્વી પોતાની ભ્રમણકક્ષાથી થોડી ખસી જશે. જો કે બ્રહ્માંડમાં પૃથ્વીના સંતુલન પર કોઈ ખાસ અસર નહીં થાય, પરંતુ પૃથ્વીની આવી સહેજ પણ હિલચાલથી તેના વાતાવરણ અને આ ગ્રહ પર વસતાં લોકોના જીવનમાં મોટો ફેરફાર આવી શકે છે. આ સિવાય આ વર્ષે સોલાર સ્ટોર્મના કારણે ઇલેક્ટ્રિક ચાર્જ, મેગ્નેટિક ફિલ્ડ અને રેડિયેશન પણ વધી શકે છે. વળી, તેમનું કહેવું છે કે આ વર્ષે પૃથ્વી પર એલિયન્સ પણ મુલાકાત લેશે . હવે આ આગાહી સાચી પડે તો પૃથ્વી પરના લાખો લોકોના મૃત્યુની સંભાવના છે!

આ મહિલાના જણાવ્યા અનુસાર વિશ્વના મોટા દેશના જૈવિક શસ્ત્રો પર સંશોધન પણ જરૂરી બનશે અને મોટા પાયે તેમાં ફેરફારો આવશે. જો કે આ સંશોધન અને પ્રયોગોની અસરમાં હજારો લોકોના મોત થશે. બીજી તરફ આ વર્ષે ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં વિસ્ફોટ પણ થઈ શકે છે. રશિયા અને યુક્રેન વચ્ચેના તણાવને લઈને તેમની કરેલી આગાહી લગભગ સાચી સાબિત થઈ રહી છે. આટલું જ નહીં, આ વર્ષમાં લોકો પોતાના બાળકોની ડિઝાઈન પણ પોતાના હિસાબે બનાવવાનું શરૂ કરશે, એટલે કે કુદરતી જન્મના અંત પછી, લેબમાં મનુષ્ય તૈયાર કરવામાં આવશે. આમ આવનારું વર્ષ આવી ભવિષ્યવાણીઓને સાચી પાડે તો નવાઈ નહીં!

(ફોટો: ફાઈલ)