Site icon Revoi.in

આચાર્ય દેવવ્રતજીએ ભુપેન્દ્ર પટેલને સરકાર બનાવવા આમંત્રણ આપ્યું

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાની ભવ્ય જીત બાદ ભાજપ હાઈકમાન્ડ દ્વારા સરકાર બનાવવા માટે કવાયત શરૂ કરવામાં આવી હતી. દરમિયાન આજે યોજાયેલી ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલની પસંદગી કરવામાં આવી હતી. દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભુપેન્દ્ર પટેલને  ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા માટે આમંત્રણ પાઠવ્યું છે. શપથ ગ્રહણ સમારોહ તા. 12 ડિસેમ્બરના રોજ બપોરે 2 લાકે હેલીપેડ ગ્રાઉન્ડ, નવા સચિવાલય, ગાંધીનગર ખાતે યોજાશે.

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને રાજભવન ખાતે ભારતીય જનતા પક્ષના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના નેતૃત્વમાં ભાજપાના ઉચ્ચ પ્રતિનિધિ મંડળે રૂબરૂ મળીને નવનિર્વાચિત ધારાસભ્ય ભૂપેન્દ્ર રજનીકાંત પટેલને ભારતીય જનતા પક્ષના 15મી વિધાનસભા પક્ષના નેતા તરીકે સર્વાનુમતે નિયુક્ત કરવા સંદર્ભનો પત્ર સુપ્રત કર્યો હતો. આ પ્રતિનિધિ મંડળમાં જીતુ વાઘાણી, રમણલાલ વોરા, કજ દેસાઈ, હર્ષ સંઘવી, પૂર્ણેશ મોદી, ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, શંકર ચૌધરી, ગણપત વસાવા, મણ પાટકર, નરેશ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ પત્રમાં કરવામાં આવેલી વિનંતીને ધ્યાને લઈ રાજ્યપાલએ તા. 12/12/2022ને સોમવારના રોજ બપોરે 2 લાકે મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કરવા માટે ભૂપેન્દ્ર પટેલને આમંત્રણ પાઠવ્યું છે. શપથ ગ્રહણ સમારોહ સચિવાલય હેલીપેડ ગ્રાઉન્ડ, સરદાર ભવન સંકુલ, નવા સચિવાલય, ગાંધીનગર ખાતે યોજવામાં આવશે.