Site icon Revoi.in

ગુજરાતમાં દિવાળી બાદ દારૂબંધીને લઈને બુટલેગરો સામે મોટી કાર્યવાહી કરાશેઃ સી.આર.પાટીલ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં હાલ દારૂબંધી છે પરંતુ આગામી દિવાળી બાદ રાજ્યભરમાં તેની કડક અમલવારી કરવામાં આવશે. તેમ વડોદરામાં આયોજીત એક કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવીને દારૂની હેરાફેરી કરતા બુટલેગરો સામે આકરી કાર્યવાહીનો સંકેત આપ્યો હતો.

વડોદરામાં એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ દિવાળી બાદ તેની કડક અમલવારી કરીને રાજ્યની ભાજપ સરકાર દારૂની હેરેફારીને અટકાવવા કામગીરી કરશે. આ ઉપરાંત ડ્રગ્સના બનાવોમાં પણ વધારો થયો છે. દારૂની બદીને ડામવા માટે પણ ગુજરાત સરકાર કામગીરી કરી છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, ડ્રગ્સના કેસોને લઈને સરકાર ચિંતિત છે. યુવા ગૃહમંત્રી હર્ષ સંધવી આવા બનાવો અટકે તે દીશામાં કામગીરી કરી રહ્યાં છે. તેમજ નશાખોરીને નેટવર્કને તોડી નાખવા માટે પ્લાનીંગ પણ કરી લેવામાં આવ્યું છે. આ અંગે સરકાર દ્વારા આગામી દિવસોમાં કામગીરી કરવામાં આવશે.

ભાજપના પ્રદેશ સી.આર.પાટીલે વડોદરામાં રખડતા ઢોર અંગે પણ મેયરને ટકોર કરી હતી. તેમજ રખડતા ઢોરનો ત્રાસ ઝડપથી દૂર કરવાની સૂચના આપી હતી.

વડોદરામાં પાટીદાર બિઝનેશ સમિટમાં સી.આ.પાટીલે જણાવ્યું હતું કે, આપણા સીએમ સરળ માણસ છે. તેઓ ઓલ્યો માણસ છે, તેઓ અનેકવાર કહે છે કે, હું કેવી રીતે સીએમ બની ગયો, ત્યારે હું કહું છે કે, બની ગયો છો, હવે ધીમે-ધીમે પણ મક્કમ કામગીરી કરો.