Site icon Revoi.in

અભિનેત્રી અનુષ્કા શર્મા એ ઈંગ્લેન્ડથી મુંબઈના લોકોની ચિંતા વ્યક્ત કરતા કોરોનાને લઈને આપી સલાહ 

Social Share

મુંબઈઃ સમગ્ર દેશભરમાં કોરોનાની ત્રીજી લહેરને લઈને અનેક શંકાઓ સેવાઈ રહી છે ત્યારે મહારાષ્ટ્રના મુબંઈની સ્થિતિ જોઈને સૌ કોઇને ચિંતા થાય તે વાત વ્યાજબી છે, ત્યારે હવે બોલિવૂડની અભિનેત્રી અનુષ્કા શર્મા જે હાલ ઇંગ્લેન્ડ છે તેણે મુંબઈવાસીઓની ચિંતાને લઈને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે.

કોરોનાની સ્થિતિ વચ્ચે અનુષ્કા શર્માએ લોકોને જાગૃત કરવા માટે પોસ્ટ કરી છે. અનુષ્કા શર્માએ લોકોને માસ્ક પહેરવાની વિનંતી કરી છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર એવા લોકોનો ગ્રાફ શેર કર્યો છે, જે માસ્ક વગર પકડાયા હતા. આ ફોટો મુંબઈ પોલીસે લોકોને ચેતવવા માટે પોસ્ટ કર્યો .

 

કોરોનો ડર ફરીથી જીવત થયો છે, ત્યારે હજી સુધી અનુષ્કા શર્મા  ઈંગ્લેન્ડથી ભારત પરત નથી આવી પરંતુ પોતાના દેશ વિશે તમામ અપડેટ રાખી રહી છે. મુંબઈમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા તેમણે લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી છે.

વિતેલા દિવસને મંગળવારે, અનુષ્કાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર માસ્ક વગર મુંબઈ પોલીસ દ્વારા પકડાયેલા લોકોનો ગ્રાફ શેર કર્યો. અનુષ્કાએ તેના કેપ્શનમાં હાથ જોડતા ઇમોજી બનાવતી વખતે લખ્યું છે, માસ્ક પહેરો, અન્ય લોકો વિશે પણ વિચારો. અનિલ કપૂર, કિયારા અડવાણી અને કરિશ્મા કપૂર જેવા સ્ટાર્સે પણ પોસ્ટ શેર કરી છે અને લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી છે.

Exit mobile version