Site icon Revoi.in

હાર્ટની બીમારીથી પીડિત બાળકીની સારવારની જવાબદારી અદાણી ફાઉન્ડેશને ઉઠાવી

Social Share

નવી દિલ્હીઃ અદાણી ગ્રુપના ચેરમેન ગૌત્તમ અદાણીએ ચાર વર્ષની બાળકીની સારવારની તૈયારી દર્શાવી છે. ઉત્તરપ્રદેશના ગોરખપુર જિલ્લામાં રહેતી બાળકી મનુશ્રી ગંભીર હ્રદયની બીમારીનો સામનો કરી રહી છે. બાળકીની લખનૌની સંજય ગાંધી હોસ્પિટલમાં હાર્ટના ઓપરેશન માટે રૂ. 1.25 લાખની જરૂર છે. બાળકીના પરિવારની આર્થિક હાલત ખરાબ હોવાથી સારવાર કરવા અસમર્થ છે. દરમિયાન આશુતોષ ત્રિપાઠી નામની વ્યક્તિએ સોશિયલ મીડિયામાં બે દિવસ પહેલા મદદ માટે અપીલ કરી હતી.

તેમણે ત્રિપાઠીએ ટ્વીટમાં લખ્યું હતું કે, મારા સહયોગી અને લખનૌના સરોજનીનગર વિસ્તારમાં રહેતી 4 વર્ષિય મનુશ્રીના હાર્ટમાં છીદ્ર છે. જેની સારવાર માટે રૂ. 1.25 લાખ જેટલો ખર્ચ હોસ્પિટલોના તબીબોએ જણાવ્યો હતો. પરિવારજનોની આવક ઓછી હોવાને કારણે ઓપરેશન ખર્ચ ઉઠાવી શકે તેમ નથી. તેમજ આશુતોષ ત્રિપાઠીએ આર્થિક મદદ માટે પ્રજાને અપીલ કરી હતી. દરમિયાન જાણીતા ઉદ્યોગપતિ ગૌત્તમ અદાણીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, મનુશ્રી ઝડપતી સ્વસ્થ થશે. અદાણી ફાઉન્ડેશનને મનુશ્રીના પરિવારને સંપર્ક કરીને જરૂરી મદદ કરવા માટે સૂચન કર્યું છે. તે જલ્દીથી સ્કૂલ જશે અને પોતાના મિત્રો સાથે રમતી જોવા મળશે.