Site icon Revoi.in

અદાણી જૂથના શેરમાં શાનદાર તેજી, અદાણી પોર્ટ્સ NSEનો ટોપ ગેનર સ્ટોક!

Social Share

અદાણી જૂથની વિવિધ કંપનીઓના શેર સ્ટોક માર્કેટમાં શાનદાર તેજી સાથે આગળ વધી રહ્યા છે. NSE માં અદાણી પોર્ટ્સનો શેર ટોપ ગેઇનર બન્યો છે. ડિસેમ્બર ક્વાર્ટરના ઉત્કૃષ્ટ પરિણામો બાદ અદાણી એન્ટરપ્રાઈઝ અને અદાણી પોર્ટ્સના શેરમાં મજબૂત વધારો જોવા મળ્યો છે. અદાણી ગ્રીન એનર્જીના શેરમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. બ્રોકરેજ ફર્મ્સ આ સ્ટોકમાં વધુ તેજી જોઈ રહ્યા છે અને તેને ખરીદવાની ભલામણ કરી રહ્યા છે.

અદાણી પોર્ટ્સનો શેર 52 સપ્તાહની ટોચે પહોંચ્યોં છે. દેશના સૌથી મોટા પ્રાઈવેટ પોર્ટ ઓપરેટર અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (APSEZ) નો શેર 52 સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. 2 ફેબ્રુઆરીએ NSE પર આ શેરમાં રૂ. 43.65 (3.58%) નો વધારો થયો હતો, છેલ્લા એક વર્ષમાં અદાણી પોર્ટે તેના રોકાણકારોને 131.46% વળતર આપ્યું છે. માર્કેટ એક્સપર્ટ્સ માનવું છે કે અદાણી પોર્ટ્સમાં સારી ગતિ જોવા મળી રહી છે અને આગામી દિવસોમાં 1300નો ભાવ જોવા મળી શકે છે.

અદાણી પોર્ટ્સના શેરમાં બ્રોકરેજ ફર્મ જેફરીઝે ‘BUY’ રેટિંગ જાળવી રાખ્યું છે. જેફરીઝનો અભિપ્રાય છે કે જો વર્તમાન પરિસ્થિતિ યથાવત રહેશે, તો કંપની FY25 માં 500mnt વોલ્યુમના આંકને વટાવી શકે છે. એટલું જ નહીં, કંપની FY25 સુધીમાં 30% થી વધુ બજાર હિસ્સો હાંસલ કરી શકે છે. આ સાથે ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (APSEZ)નો નફો 65.22 ટકા વધીને રૂ. 2,208.21 કરોડ થયો છે.

વેન્ચુરા સિક્યોરિટીઝે અદાણી એનર્જીના શેરમાં ઉછાળાની આગાહી કરી છે. ફર્મે અદાણીની એનર્જી કંપનીના આ શેર પર 1,889 રૂપિયાનો ટાર્ગેટ રાખ્યો છે અને તેના માટે ‘બાય’ રેટિંગ આપ્યું છે. નાણાકીય વર્ષ 2023-24ના ત્રીજા ક્વાર્ટરમાં અદાણી ગ્રીન એનર્જીના સંકલિત ચોખ્ખો નફો 148 ટકાથી વધીને 256 કરોડ રૂપિયા થયો છે.

ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી ટોટલ ગેસ લિમિટેડ, અદાણી વિલ્મર લિમિટેડ, અદાણી એનર્જી સોલ્યુશન્સ, અદાણી ગ્રીન એનર્જી, અદાણી પાવરના શેરમાં પણ લગભગ 1 ટકાનો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે, ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટર (ઓક્ટોબર-ડિસેમ્બર)માં અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (AEL)નો ચોખ્ખો નફો બમણાથી વધુ વધીને રૂ. 1,888 કરોડ થયો છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. 820 કરોડ હતો. ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની ઓપરેટિંગ આવક સાત ટકા વધીને રૂ. 28,827 કરોડ થઈ છે.

નિષ્ણાતોનું માનીએ તો, ગૌતમ અદાણીનું રિન્યુએબલ એનર્જીમાં રોકાણ ભારતને ઓઈલ અને બેન્ચમાર્ક સૂચકાંકો પરની તેની નિર્ભરતા ઘટાડવામાં મદદ કરશે. વળી સેન્સેક્સ અને નિફ્ટીની ઓલટાઈમ હાઈ ઊંચાઈ અદાણી જૂથ સહિત દેશના અર્થકારણ માટે પણ લાભકારી સાબિત થશે.