Site icon Revoi.in

અદાણી પોર્ટસ અને સેઝના નાણા વર્ષ-23ના પ્રથમ ત્રિમાસિક ગાળાના ઉત્સાહજનક પરિણામ જાહેર, કાર્ગો વોલ્યુમ અને EBITDAમાં જોરદાર ઉછાળો

Social Share

અમદાવાદ : ભારતના પરિવહન ક્ષેત્રમાં સેવાઓ પૂરી પાડતી દેશની સૌથી મોટી અદાણી પોર્ટ્સ અને સસ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ.(એ.પી.એસ.ઇ.ઝેડ)એ આજે નાણાકીય વર્ષ-૨૦૨૩ના પ્રથમ ત્રિમાસિક સમયના ઉત્સાહજનક પરિણામો જાહેર કર્યા હતા.

Particulars Cargo Revenue   EBITDA# PAT$  
1Q FY23 1Q FY22 Y-o-Y Change 1Q

FY23

1Q FY22 Y-o-Y Change 1Q FY23 1Q FY22 Y-o-Y Change 1Q FY23 1Q FY22 Y-o-Y Change
APSEZ* 90.89 84.36 8% 4638 4671 -1% 3005 2716** 11% 1092 1313 -17%

 *APSEZની નાણાકીય બાબતોમાં ગંગાવરમ પોર્ટના અંકોનો સમાવેશ થતો નથી, પરંતુ કાર્ગોની વિગતોમાં ગંગાવરમના આંકડાનો પણ સમાવેશ થાય છે; વર્ષથી વર્ષની (Y-o-Y) આવકમાં સેઝના વેપાર ક્ષેત્રમાં નજીવો ઘટાડો છે અને અમારા નાણાકીય વર્ષ-૨૩ માટેના વાર્ષિક માર્ગદર્શનમાં એક પરિબળ છે;

** EBITDA SRCPL માટે રૂ. ૬૦ કરોડના વ્યવહાર ખર્ચને બાકાત રાખે છે;# EBITDA ફોરેક્ષ માર્ક ટુ માર્કેટના નુકશાન (નફો)ને બાકાત રાખેે છે. $ PATમાં નાણાકીય વર્ષ-૨૩માં ફોરેક્ષના દરમાં ફેરફારથી રુ.૧૨૦૧ કરોડ અને નાણાકીય વર્ષ-૨૨માં રુ.૩૮૯ કરોડનો સમાવેશ છે  

અદાણી પોર્ટ્સ અને સેઝનાઅસ્તિત્વના ઇતિહાસમાં વિત્ત વર્ષ-૨૩ના પ્રથમ ત્રણ માસનો સમય સૌથી શક્તિશાળી બની રહ્યો છે.  જેમાં વિક્રમરુપ કાર્ગોનું વોલ્યુમ અને સૌથી વધુ ત્રિમાસિક EBITDA તવારીખી ઘટના છે. કોવિડ પછીની માંગમાં  થયેલા વધારાથી ગયા વર્ષના આ જ સમયગાળાની સરખામણીમાં જોરદાર કામગીરીમાં  ૧૧%ની આ ઉંચી  ઉડાન છે, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના સીઇઓ અને પૂર્ણકાલિન ડાયરેક્ટર શ્રી કરણ અદાણીએ આ પરિણામો જાહેર કરતા હોંશભેર કહ્યું હતું. “કંપનીએ જુલાઈમાં આ જોરદાર શક્તિ પ્રદર્શન ચાલુ રાખ્યું હતું અને નાણાકીય વર્ષ ૨૩ ના શરૂઆતના ૯૯ દિવસોમાં ૧૦૦ મિલીઅન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરી વિક્રમ સ્થાપ્યો છે

બંદરો અને લોજિસ્ટિક્સ એ બંને વ્યવસાયો દ્વારા આ વિક્રમ હાંસલ કરવામાં આવ્યો છે.. પોર્ટ બિઝનેસના કારણે વર્ષ થી વર્ષના વોલ્યુમમાં ૮%ની  વૃદ્ધિના અનુસંધાને EBITDA માં ૧૮%નો ઉછાળો  માર્યો છે. લોજિસ્ટિક્સ બિઝનેસમાં પણ તેજતરાર વૃદ્ધિ નોંધાવી છે. જેમાં  વર્ષથી વર્ષ EBITDA ૫૬% વધ્યો છે. સ્કેલની અર્થવ્યવસ્થા અને GPWIS રેવન્યુ સ્ટ્રીમના વધેલા હિસ્સાને કારણે લોજિસ્ટિક્સ બિઝનેસનું EBITDAનો માર્જિન ૩૭૦ bps સુધી વિસ્તર્યો છે.

આગામી મહિનાઓમાં કંપની બે નવા ટર્મિનલ શરૂ કરવા માટે સજ્જ છે,જેથી આ વિકાસ ગાથાને વધુ વેગ મેળવશે. ગંગાવરમ પોર્ટ ખાતેનું  કન્ટેનર ટર્મિનલ સપ્ટેમ્બરમાં કાર્યરત થઈ જશે, જ્યારે ધામરા ખાતેનું પાંચ મિલીઅન મેટ્રિક ટન ક્ષમતાનું LNG ટર્મિનલ ડિસેમ્બરના અંત સુધીમાં તૈયાર થઈ જશે. આ LNG ટર્મિનલ બે મોટા O&G સાથે ટેક-ઓર-પે કરાર ધરાવે છે.

આ સમયગાળા દરમિયાન કાર્યરત થયેલી અસ્કયામતો દ્વારા લોજિસ્ટિક્સ બિઝનેસને પણ ગતિ મળશે. આમાં તલોજા ખાતે ૦.૧૫ મિલીઅન મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતું એક MMLP, પાણીપત, કનોજ અને ધમોરા દરેકમાં એકની સંયુક્ત ૦.૧૫ મિલીઅન મેટ્રિક ટનની ક્ષમતા સાથેના ત્રણ એગ્રી-સાઇલો સ્ટોરેજ ટર્મિનલ, ૦.૬ મિલીઅન ચોરસ ફૂટની વેરહાઉસિંગ ક્ષમતા, GPWIS માળખા હેઠળ બે નવી ટ્રેનો ૧૨૫ ટ્રકોને પાટલી, નાગપુર અને કિશનગઢ મળી ત્રણ એમએમએલપી સુધી જોડાણની સવલત પૂરી પાડશે.

શ્રી કરણ અદાણીએ ઉમેર્યું હતું કે, “સંકલિત ઉપયોગિતા મોડલ મારફત બંદરના દરવાજાને ગ્રાહકના આંગણા સાથે જોડવાની અમારી વ્યૂહરચના પરિણામ આપવાની શરૂઆત કરી રહી છે.” “સમગ્ર વર્ષમાં અમને ૩૫૦-૩૬૦ મિલીઅન મેટ્રિક ટન કાર્ગોનું વોલ્યુમ હેન્ડલ કરવા અને રૂ.૧૨,૨૦૦-૧૨,૬૦૦ કરોડના EBITDA હાંસલ કરવાનો વિશ્વાસ છે.  અમારા મુખ્ય હિતધારકોની સાથે મળીને ટકાઉ વૃદ્ધિ સુનિશ્ચિત કરવાની તેની ફિલસૂફી માટે અદાણી પોર્ટ પ્રતિબધ્ધ  છે.”

નાણાકીય વર્ષ-૨૩ના પ્રથમ ક્વાર્ટરની વેપારની મુખ્ય ગતીવિધી(YoY)

સંચાલકીય ગતીવિધી

બંદરોનો વેપાર 

લોજીસ્ટિક્સ વ્યવસાય 

નાણાકીય ગતીવિધી

આવક 

EBITDA 

GPL એક્વિઝિશનના કારણે આવક અને EBIDTAના એકત્રીકરણ વિષયે નોંધ 

ESG ગતીવિધી

 વ્યવસાયની અન્ય ગતીવિધી

 હાઇફા પોર્ટ કંપની(HPC)ના હસ્તાંતરણ અંગેની માહિતી

ઓસન સ્પાર્કલ (OSL) હસ્તાંતરણ વિષેની છેલ્લી માહિતી

ગંગાવરમ પોર્ટ (GPL)ની માહિતી  

GPLને એકીકૃત કરવામાં આવશે. 

એવોર્ડ્ઝ