1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અદાણી પોર્ટસ અને સેઝના નાણા વર્ષ-23ના પ્રથમ ત્રિમાસિક ગાળાના ઉત્સાહજનક પરિણામ જાહેર, કાર્ગો વોલ્યુમ અને EBITDAમાં જોરદાર ઉછાળો
અદાણી પોર્ટસ અને સેઝના નાણા વર્ષ-23ના પ્રથમ  ત્રિમાસિક ગાળાના ઉત્સાહજનક પરિણામ જાહેર, કાર્ગો વોલ્યુમ અને EBITDAમાં જોરદાર ઉછાળો

અદાણી પોર્ટસ અને સેઝના નાણા વર્ષ-23ના પ્રથમ ત્રિમાસિક ગાળાના ઉત્સાહજનક પરિણામ જાહેર, કાર્ગો વોલ્યુમ અને EBITDAમાં જોરદાર ઉછાળો

0
Social Share

અમદાવાદ : ભારતના પરિવહન ક્ષેત્રમાં સેવાઓ પૂરી પાડતી દેશની સૌથી મોટી અદાણી પોર્ટ્સ અને સસ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ.(એ.પી.એસ.ઇ.ઝેડ)એ આજે નાણાકીય વર્ષ-૨૦૨૩ના પ્રથમ ત્રિમાસિક સમયના ઉત્સાહજનક પરિણામો જાહેર કર્યા હતા.

Particulars Cargo Revenue   EBITDA# PAT$  
1Q FY23 1Q FY22 Y-o-Y Change 1Q

FY23

1Q FY22 Y-o-Y Change 1Q FY23 1Q FY22 Y-o-Y Change 1Q FY23 1Q FY22 Y-o-Y Change
APSEZ* 90.89 84.36 8% 4638 4671 -1% 3005 2716** 11% 1092 1313 -17%

 *APSEZની નાણાકીય બાબતોમાં ગંગાવરમ પોર્ટના અંકોનો સમાવેશ થતો નથી, પરંતુ કાર્ગોની વિગતોમાં ગંગાવરમના આંકડાનો પણ સમાવેશ થાય છે; વર્ષથી વર્ષની (Y-o-Y) આવકમાં સેઝના વેપાર ક્ષેત્રમાં નજીવો ઘટાડો છે અને અમારા નાણાકીય વર્ષ-૨૩ માટેના વાર્ષિક માર્ગદર્શનમાં એક પરિબળ છે;

** EBITDA SRCPL માટે રૂ. ૬૦ કરોડના વ્યવહાર ખર્ચને બાકાત રાખે છે;# EBITDA ફોરેક્ષ માર્ક ટુ માર્કેટના નુકશાન (નફો)ને બાકાત રાખેે છે. $ PATમાં નાણાકીય વર્ષ-૨૩માં ફોરેક્ષના દરમાં ફેરફારથી રુ.૧૨૦૧ કરોડ અને નાણાકીય વર્ષ-૨૨માં રુ.૩૮૯ કરોડનો સમાવેશ છે  

અદાણી પોર્ટ્સ અને સેઝનાઅસ્તિત્વના ઇતિહાસમાં વિત્ત વર્ષ-૨૩ના પ્રથમ ત્રણ માસનો સમય સૌથી શક્તિશાળી બની રહ્યો છે.  જેમાં વિક્રમરુપ કાર્ગોનું વોલ્યુમ અને સૌથી વધુ ત્રિમાસિક EBITDA તવારીખી ઘટના છે. કોવિડ પછીની માંગમાં  થયેલા વધારાથી ગયા વર્ષના આ જ સમયગાળાની સરખામણીમાં જોરદાર કામગીરીમાં  ૧૧%ની આ ઉંચી  ઉડાન છે, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના સીઇઓ અને પૂર્ણકાલિન ડાયરેક્ટર શ્રી કરણ અદાણીએ આ પરિણામો જાહેર કરતા હોંશભેર કહ્યું હતું. “કંપનીએ જુલાઈમાં આ જોરદાર શક્તિ પ્રદર્શન ચાલુ રાખ્યું હતું અને નાણાકીય વર્ષ ૨૩ ના શરૂઆતના ૯૯ દિવસોમાં ૧૦૦ મિલીઅન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરી વિક્રમ સ્થાપ્યો છે

બંદરો અને લોજિસ્ટિક્સ એ બંને વ્યવસાયો દ્વારા આ વિક્રમ હાંસલ કરવામાં આવ્યો છે.. પોર્ટ બિઝનેસના કારણે વર્ષ થી વર્ષના વોલ્યુમમાં ૮%ની  વૃદ્ધિના અનુસંધાને EBITDA માં ૧૮%નો ઉછાળો  માર્યો છે. લોજિસ્ટિક્સ બિઝનેસમાં પણ તેજતરાર વૃદ્ધિ નોંધાવી છે. જેમાં  વર્ષથી વર્ષ EBITDA ૫૬% વધ્યો છે. સ્કેલની અર્થવ્યવસ્થા અને GPWIS રેવન્યુ સ્ટ્રીમના વધેલા હિસ્સાને કારણે લોજિસ્ટિક્સ બિઝનેસનું EBITDAનો માર્જિન ૩૭૦ bps સુધી વિસ્તર્યો છે.

આગામી મહિનાઓમાં કંપની બે નવા ટર્મિનલ શરૂ કરવા માટે સજ્જ છે,જેથી આ વિકાસ ગાથાને વધુ વેગ મેળવશે. ગંગાવરમ પોર્ટ ખાતેનું  કન્ટેનર ટર્મિનલ સપ્ટેમ્બરમાં કાર્યરત થઈ જશે, જ્યારે ધામરા ખાતેનું પાંચ મિલીઅન મેટ્રિક ટન ક્ષમતાનું LNG ટર્મિનલ ડિસેમ્બરના અંત સુધીમાં તૈયાર થઈ જશે. આ LNG ટર્મિનલ બે મોટા O&G સાથે ટેક-ઓર-પે કરાર ધરાવે છે.

આ સમયગાળા દરમિયાન કાર્યરત થયેલી અસ્કયામતો દ્વારા લોજિસ્ટિક્સ બિઝનેસને પણ ગતિ મળશે. આમાં તલોજા ખાતે ૦.૧૫ મિલીઅન મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતું એક MMLP, પાણીપત, કનોજ અને ધમોરા દરેકમાં એકની સંયુક્ત ૦.૧૫ મિલીઅન મેટ્રિક ટનની ક્ષમતા સાથેના ત્રણ એગ્રી-સાઇલો સ્ટોરેજ ટર્મિનલ, ૦.૬ મિલીઅન ચોરસ ફૂટની વેરહાઉસિંગ ક્ષમતા, GPWIS માળખા હેઠળ બે નવી ટ્રેનો ૧૨૫ ટ્રકોને પાટલી, નાગપુર અને કિશનગઢ મળી ત્રણ એમએમએલપી સુધી જોડાણની સવલત પૂરી પાડશે.

શ્રી કરણ અદાણીએ ઉમેર્યું હતું કે, “સંકલિત ઉપયોગિતા મોડલ મારફત બંદરના દરવાજાને ગ્રાહકના આંગણા સાથે જોડવાની અમારી વ્યૂહરચના પરિણામ આપવાની શરૂઆત કરી રહી છે.” “સમગ્ર વર્ષમાં અમને ૩૫૦-૩૬૦ મિલીઅન મેટ્રિક ટન કાર્ગોનું વોલ્યુમ હેન્ડલ કરવા અને રૂ.૧૨,૨૦૦-૧૨,૬૦૦ કરોડના EBITDA હાંસલ કરવાનો વિશ્વાસ છે.  અમારા મુખ્ય હિતધારકોની સાથે મળીને ટકાઉ વૃદ્ધિ સુનિશ્ચિત કરવાની તેની ફિલસૂફી માટે અદાણી પોર્ટ પ્રતિબધ્ધ  છે.”

નાણાકીય વર્ષ-૨૩ના પ્રથમ ક્વાર્ટરની વેપારની મુખ્ય ગતીવિધી(YoY)

સંચાલકીય ગતીવિધી

બંદરોનો વેપાર 

  • નાણાકીય વર્ષ-ના પ્રથમ ક્વાર્ટર દરમિયાન, અદાણી પોર્ટસ અને સેઝએ ગંગાવરમ પોર્ટ પર ૯.૦૯ સહિત ૯૦.૮૯ મિલીઅન મેટ્રિક ટન કાર્ગોનું સંચાલન કર્યું છે, જે વર્ષથી વર્ષ-૮% વૃદ્ધિ છે.
  • કાર્ગોના જથ્થામાં વૃદ્ધિ ડ્રાય કાર્ગોમાં ૧૧.૨%નો, કન્ટેનર ૩.૨% અને લિક્વીડ સહિત ક્રૂડના કાર્ગોમાં ૫.૬%ના વધારાના કારણે થઈ હતી. એકંદર વોલ્યુમ નાના પ્રમાણમાં હોવા છતાં ઓટોમોબાઈલ ક્ષે્ત્રના વોલ્યુમમાં ૧૨૦% ઉછાળો જોવા મળ્યો છે.
  • મુંદ્રા અને મુંદ્રા સિવાયના બંદરો એમ બંનેનો વિકાસ દર સમાન રહ્યો હતો અને મુંંદ્રા સિવાયના બંદરોએ કાર્ગોના બાસ્કેટમાં ૫૩% ફાળો આપ્યો હતો.
  • ત્રિમાસિક ગાળા દરમિયાન JNPT દ્વારા સંચાલિત ૧.૪૮ મિલિઅન TEUs સામે ૧.૬૫ મિલિઅન TEU હેન્ડલ કરવા સાથે સૌથી મોટા કન્ટેનર હેન્ડલિંગ પોર્ટ તરીકે મુંદ્રાએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. મુંદ્રા નાણાકીય વર્ષ-૨૩ના પ્રારંભિક ૧૧૧ દિવસમાં ૫૦ મિલિઅન મેટ્રિક ટન કાર્ગો વોલ્યુમને વટાવી ગયું છે.

લોજીસ્ટિક્સ વ્યવસાય 

  • અદાણી લોજિસ્ટિક્સે રેલ વોલ્યુમમાં વર્ષથી વર્ષ ૩૧% સાથે ૧૧૧,૧૩૬ TEUs અને ટર્મિનલ વોલ્યુમમાં ૫૪% સાથે ૯૯,૨૧૭ TEU વૃદ્ધિ નોંધાવી છે..
  • GPWIS કાર્ગો વોલ્યુમ વર્ષથી વર્ષ ધોરણે બમણા કરતાં વધીને ૩. મિલી.મે.ટન થયું છે.
  • બિહારમાં (દરભંગા અને સમસ્તીપુર)માં બે એગ્રી કન્ટેનર ટર્મિનલ અને ચાર સ્થળો મુન્દ્રા, મોરિયા,રનોલી અને પલવલ ખાતે ૪.૫ મિલિયન ચોરસ ફૂટની ક્ષમતા ધરાવતા વેરહાઉસિંગનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે.
  • GPWIS ફ્રેમવર્ક હેઠળ વધુ ટ્રેનો માટે ઓર્ડર આપવામાં આવ્યા છે, જેનાથી વર્ષ માટેના ઓર્ડરની કુલ સંખ્યા ૩૭ થઈ છે.૧૦૭ ટિપર ટ્રક માટે પણ ખરીદ ઓર્ડર જારી કરવામાં આવ્યો છે.

નાણાકીય ગતીવિધી

આવક 

  • સેઝ બિઝનેસ સેગમેન્ટની આવકમાં રૂ.૭૨૫ કરોડના ઘટાડાને જોતાં એકીકૃત આવક (ગંગાવરમને બાદ કરતાં) વર્ષથી વર્ષ લગભગ રૂ. ૪,૬૩૮ કરોડ ફલેટ હતી. આ ઘટાડો અમારી અપેક્ષા મુજબનો છે અને નાણાકીય વર્ષ-૨૩ માટે અમારા સંપૂર્ણ વર્ષના માર્ગદર્શનરુપ પરિબળ છે.
  • કાર્ગો વોલ્યુમ વૃદ્ધિ, સુધારેલી વાસ્તવિકતા અને OSLમાં વધારાએ પોર્ટની આવક ૧૮% વધીને રૂ.૪,૦૯૦ કરોડ સુધી લઇ જવા સક્ષમ કર્યા.
  • લોજિસ્ટિક્સ બિઝનેસમાંથી આવક રૂ.૩૬૦ કરોડ હતી, જેમાં કન્ટેનર અને ટર્મિનલ ટ્રાફિકમાં સુધારો થવાને કારણે ૩૪% ની વૃદ્ધિ છે તેમજ રોલિંગ સ્ટોકમાં એકંદર વધારા સાથે બલ્ક સેગમેન્ટ પણ છે

EBITDA 

  • બંદરો અને લોજિસ્ટિક્સ વ્યવસાયની આવકની વૃદ્ધિ પાછળ એકીકૃત EBITDA (ગંગાવરમ સિવાય) ૧૧% વધીને રૂ.૩,૦૦૫ કરોડ થયો છે
  • પોર્ટની આવકમાં વૃદ્ધિને પગલે પોર્ટ્સ EBITDA ૧૮% વધીને રૂ. ૨,૮૮૫ કરોડ થયો છે.
  • લોજિસ્ટિક્સ બિઝનેસ EBIDTA ૫૬% વધીને રુ.૯૬ કરોડ થયો અને માર્જિન ૩૭૦ bps વધીને ૨૭% થયો. કાર્ગો જથ્થામાં વધારાને કાર્ગો વૈવિધ્યકરણ,ખોટ કરતા માર્ગો દૂર કરવા અને કાર્યકારી કાર્યક્ષમતાનાં પગલાં દ્વારા મદદ મળી હતી.

GPL એક્વિઝિશનના કારણે આવક અને EBIDTAના એકત્રીકરણ વિષયે નોંધ 

  • ગંગાવરમ બંદરે, નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં રૂ.૪૧૪ કરોડની આવક અને રૂ.૨૮૦ કરોડની EBIDTA નોંધાયો હતો. આ આંકડાઓ હાલના કંપનીના પરિણામોમાં એકીકૃત નથી. 

ESG ગતીવિધી

  • નાણાકીય વર્ષ-૨૩ના ESG લક્ષ્યાંકો સામે સિદ્ધિ:રિન્યુએબલ એનર્જીના અમારા નાણાકીય વર્ષ-૨૩ના ૨૦%ના લક્ષ્યાંક સામે પ્રથમ ક્વાર્ટરમાં ૧૪ ટકા સિદ્ધિ હાંસલ કરી છે. ઉત્સર્જનની તીવ્રતામાં ૪૦% અને પાણીની તીવ્રતામાં ૫૬% જેટલો ઘટાડો કરવાના અમારા સંપૂર્ણ વર્ષના લક્ષ્યની સામે સિદ્ધિ અનુક્રમે ૩૮.૫% અને ૫૪% રહી છે.
  • ફ્યુઅલ સ્વીચ પર પ્રગતિ: ૧૩ ક્વે ક્રેન્સ પૈકી ૪નું વિદ્યુતીકરણ પૂર્ણ થયું છે અને ૧૦૦ ઇલેક્ટ્રીક આઇટીવીનો પરચેઝ ઓર્ડર આપવામાં આવ્યો છે.
  • કાર્બન ઓફસેટિંગ: કંપનીએ ૮૦૦ હેક્ટરમાં મેન્ગ્રોવ પ્લાન્ટેશન માટે નવા વર્ક ઓર્ડર જારી કર્યા છે, કારણ કે કંપનીનું વનીકરણ લક્ષ્ય ૫,૦૦૦ હેક્ટરથી વધીને ૬,૦૦૦ હેક્ટર થયું છે..
  • હિસ્સેદારોનું હિત: અમારી કેટલીક મુખ્ય સમુદાય કેન્દ્રિત પહેલો ઉપર અસરનું મૂલ્યાંકન ત્રણ અલગ-અલગ સ્વતંત્ર એજન્સીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. સમુદાયના લાભની દ્રષ્ટિએ તેના પ્રોત્સાહક પરિણામ મળ્યા છે..
  • નેટ-શૂન્ય આયોજન પ્રક્રિયા: અમે વિજ્ઞાન આધારિત (SBTi) લક્ષ્યને હાંસલ કરવાની પહેલને લગતા પગલા સુપ્રત કરવા માટે અમે નેટ શૂન્ય યોજના ઘડી રહ્યા છીએ

 વ્યવસાયની અન્ય ગતીવિધી

 હાઇફા પોર્ટ કંપની(HPC)ના હસ્તાંતરણ અંગેની માહિતી

  • અદાણી પોર્ટ્સ અને ગેડોટ ગ્રૂપ કન્સોર્ટિયમે (૭૦:૩૦ ટકાની ભાગીદારી) માટે NIS ૩.૯ બિલીઅન (USD ૧.૧૩ બિલીઅન)ના બિડની કિંમત ઉપર હાઇફા પોર્ટ કંપનીના સંપાદનમાં ૧૦૦% હિસ્સો મેળવવા માટે બિડ જીતી.
  • સોદા બાદ HPC પાસે NIS ૨.૦૮ બિલીઅનની ચોખ્ખી રોકડ અને રોકડ સમકક્ષ હોવા સાથે HPC ની ગર્ભિત EV NIS ૧.૮૨ બિલીઅન (USD ૦.૫૩ બિલીઅન) સુધીની ગણવામાં આવી છે.
  • સોદનનો ગર્ભિત EV/EBITDA ગુણાંક 5x છે, જે APSEZ ના મલ્ટિપલ ટ્રેડિંગ કરતાં ઘણો ઓછો છે.
  • અમે અપેક્ષા રાખીએ છીએ કે આ સોદો ૭૫% ડેટ ફાઇનાન્સ્ડ હશે અને અદાણી પોર્ટ્સ અને સેઝનું ઇક્વિટી યોગદાન આશરે રૂ.૧૬૦૦ કરોડ હશે.
  •  આ સોદો વ્યસ્ત સુએઝ કેનાલમાં કંપનીના વિકસિત બજારમાં પ્રવેશને ચિહ્નિત કરે છે અને કંપનીને યુરોપમાં તેનીીફુટપ્રિન્ટને વિસ્તારવામાં મદદ કરશે.
  • રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ એ સોદાનો મુખ્ય ઘટક છે અને HPCને કોમર્શિયલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ માટે કુલ જમીનના ૩૦૦ ડુનમ (૭૫ એકર બરાબર) આપવામાં આવેલ છે.
  • શરુઆતના ૪ વર્ષમાં ઇક્વિટી રોકાણની વસુલાત થવાની શક્યતા સાથે બાકીના ૨૮ વર્ષના કન્સેશનના સમયગાળામાં નોંધપાત્ર મૂલ્ય નિર્માણ સંભવ છે

ઓસન સ્પાર્કલ (OSL) હસ્તાંતરણ વિષેની છેલ્લી માહિતી

  • અદાણી પોર્ટસ અને સેઝએ Ocean Sparkle Ltd (OSL) માં ૧૦૦% હિસ્સો હસ્તગત કર્યો છે.
  • OSL એ ભારતની અગ્રણી થર્ડ પાર્ટી દરિયાઈ સેવા પૂૂરી પાડે છે, જેમાં તેની પાસે ૭૫ ટગ્સ સહિત ૯૪ દરિયાઈ જહાજો છે.
  • રૂ.૧,૭૦૦ કરોડની એન્ટરપ્રાઇઝ વેલ્યુ પર OSLનું સંપાદન નાણાકીય વર્ષ-૨૨ના અંદાજિત EBITDAના આધારે ૫.૭x ના EV/EBITDA ગુણાંકમાં રુપાંતરીત કરે છે.
  • સોદો પૂર્ણ થયો હોવાથી OSLની નાણાકીય બાબતો હવે કંપની સાથે એકીકૃત થશે.
  • નાણકીય વર્ષ-૨૩માં OSLરુ.૬૩૩ કરોડની આવક અને રુ.૩૫૫ કરોડ EBITDA ઉભી કરે તેવી સંભાવના છે.

ગંગાવરમ પોર્ટ (GPL)ની માહિતી  

  • અત્યાર સુધી એદાણી પોર્ટ્સ અને સેઝએ ૧૬ એપ્રિલ ૨૦૨૧ના રોજ Warbug Pincus પાસેથી GPLનો ૩૧.૫% અને ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ આંધ્ર પ્રદેશ સરકાર પાસેથી ૧૦.૪% હિસ્સો સ્તગત કર્યો છે.
  • GPLમાં ૪૧.૯% હિસ્સા સાથે અદાણી પોર્ટસ હાલમાં તેને સહયોગી કંપની તરીકે એકીકૃત કરે છે.કંપનીએ DVS રાજુ અને પરિવાર પાસેનો બાકીનો ૫૮.૧% હિસ્સો હસ્તગત કરવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે અને ટ્રાન્ઝેક્શન પૂર્ણ કરવા માટે NCLTની મંજૂરી માંગી છે.
  • વર્તમાન ત્રિમાસિક ગાળા દરમિયાન NCLT તરફથી મંજૂરી મળ્યા બાદ તા.૧ એપ્રિલ ૨૦૨૧ની પ્શ્ચાદ અસરથી

GPLને એકીકૃત કરવામાં આવશે. 

એવોર્ડ્ઝ

  • અદાણી પોર્ટ્સઅને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ. ને મુન્દ્રાની આસપાસના ગામડાઓમાંથી પ્લાસ્ટિક કચરો એકત્ર કરવા અને તેના ટકાઉ નિકાલ માટેની પહેલ માટે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા પ્રશસ્તિ કરવામાં આવી હતી.
  • ‘એપેક્સ ઈન્ડિયા ગ્રીન લીફ એવોર્ડ 2021’ ની એનર્જી એફિશિયન્સી કેટેગરી હેઠળ અદાણી એન્નોર કન્ટેનર ટર્મિનલ પ્રાઈવેટ લિ. ને પ્લેટિનમ એવોર્ડ મળ્યો.
  • અદાણી મોર્મુગાવ પોર્ટ ટર્મિનલ પ્રાઈવેટ લિમિટેડને ‘એપેક્સ ઈન્ડિયા ફાઉન્ડેશન, દિલ્હી તરફથી એનર્જી એફિશિયન્સીની શ્રેણીમાં ગોલ્ડ એવોર્ડ મળ્યો.
  • ભારત સરકાર દ્વારા લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં અદાણી લોજિસ્ટિક્સને ડ્રાઇવિંગ ચેન્જ અને ઇનોવેશનમાં તેના યોગદાન બદલ ખાનગી ક્ષેત્રની કંપનીઓને પ્રથમવાર અપાયેલા લોજિસ્ટિક્સ એક્સેલન્સ એવોર્ડ્સ અંતર્ગત ‘શ્રેષ્ઠ રેલ ફ્રેઇટ સર્વિસ પ્રોવાઇડર’ અને ‘બેસ્ટ લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સર્વિસ પ્રોવાઇડર’નો પુરસ્કાર આપવામાં આવ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code