Site icon Revoi.in

શિયાળામાં તમારા આહારમાં દૂધ અને આ શાકભાજીનો ભરપુર કરો ઉપયોગ- ઈમ્યૂનિટી બનશે સ્ટ્રોંગ

Social Share

 

હાલ ઠંડીની સિઝનની શરુઆત થઈ ચૂકી છે, વધુ પડતા ભેજવાળા વાતાવરણને કારણે શરદી કે ઉધરસ જેવી ફરીયાદ આ સિઝનમાં સામાન્ય રહેતી હોય છે, આવી સ્થિતિમાં શિયાળામાં ખાસ પ્રકારના ખોરાકને સ્થાન આપવું જોઈએ, બને ત્યા સુધી ગરમ હળદર વાળું દૂધ પીવાની આદત રાખવી જોઈએ, જે આપણા શરીરને ઈમ્યૂનિટીની સાથે એજક્જી પુરી પાડે છે, આ સાથે જ કેટલાક એવા શાકભાજી છે કે જેનું દરરોજ સેવન કરવામામ આવે તો બીમારીથી દૂર રહી શકાય છે.

આટલી વસ્તુઓનું કરો સેવન

દૂધ

શિયાળામાં ખાસ દૂધ પીવાનું રાખો કારણ કે દૂધ દહીંમાં વધુ પ્રોટીન હોવાથી તેનો ભોજન માં ઉપયોગ થાય છે. પરંતુ શિયાળામાં દહીં નો ઓછો ઉપયોગ હોવાને કારણે દૂધ તો બન્ને ટાઈમ ખાવામાં ઉપયોગ માં લેવાય છે.દૂધ માંથી બનતી વસ્તુઓ જેવી કે પનીર,બટર, ચીજ વગેરેનો ઉપયોગ ફાયદાકારક છે.

લીલા વટાણા

શિયાળામાં તાજા વટાણાને ખોરાક માં લેવાથી ભરપૂર માત્રામાં પ્રોટીન મળે છે.તેમાં ગરમી વધારે હોવાથી શિયામાં તેને પરાઠા, શાક તથા મીઠી વાનગીઓમાં ઉપયોગ કરવામાં આવે છે.

ભાજી

લીલા શાકભાજીમાં વધુ પ્રમાણમાં પ્રોટીન હોવાથી તેને ખજાના તરીકે ઓળખવામાં આવે છે લીલા શાકભાજી માં પાંદડાં વાળા શાકભાજી જેવા કે મેથી પાલક વગેરે નો સમાવેશ કરવામાં આવે છે. તેમાં વધુ વિટામિન હાજર હોય છે જે શરીરને તાકત આપે છે.

ડ્રાયફ્રૂટ

શિયાળામાં પુષ્કર પ્રમાણમાં કાજુ,બદામ,અંજીર વગેરે નો ઉપયોગ કરવામાં આવે છે. તે ઉપરાંત કિસમિસ,પિસ્તા પણ ખાવાથી વધુ પ્રમાણમાં ગરમી મળે છે જેના કારણે પ્રોટીનથી ભરપૂર એવો ખોરાક ખુબજ ફાયદાકારક છે. વધુ પ્રોટીન વાળો ખોરાક ચહેરા પર ગ્લો લાવે છે અને શરીરની બધીજ જરૂરિયાત પૂરી પાડે છે.એવું જરૂરી નથી કે ઈંડામાંથીજ પ્રોટીન મળે પરંતુ આ શાકાહારી ખોરાક લેવાથી પણ વધુ પ્રોટીન મળે છે.