Site icon Revoi.in

કુંભ મેળામાં એન્ટ્રી પોઈન્ટ પર એન્ટીજન ટેસ્ટ બાદ શ્રદ્ધાળુઓને અપાશે પ્રવેશ

Social Share

દિલ્હીઃ હરિદ્વારમાં કુંભના મેળાની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. કોરોના મહામારી વચ્ચે યોજોનારા કુંભમેળાને લઈને તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. મેળાના એન્ટ્રી પોઈન્ટ પર એન્ટીજન ટેસ્ટ થશે. તેના પરિણામ બાદ શ્રદ્ધાળુઓને પ્રવેશ આપવામાં આવશે.

સુત્રોના જણાવ્યા અનુસાર દેશમાં આ વર્ષે હરિદ્વારમાં કુંભ મેળો યોજાવાનો છે પરંતુ અહીં આવનાર માટે અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવું પડશે. જેના માટે ખાસ વેબ પોર્ટલ તૈયાર કરાયું છે જેમાં દરેક યાત્રીકને નંબર મળશે જે તેની ઓળખ હશે. તા. 14 જાન્યુઆરીના મકરસંક્રાતિ સ્નાન માટે પણ અનેક સ્થળોએ કોરોના પ્રોટોકોલની સુવિધા ઉભી કરવામાં આવી છે.

ઉતરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહે ખુદે મેળાની સુરક્ષાની માહિતી મેળવી હતી. મેળાના એન્ટ્રી પોઇન્ટ પર એન્ટીજન ટેસ્ટ થશે અને તેના પરિણામ બાદ યાત્રિકને અંદર આવવા દેવાશે અને થર્મલ સ્ક્રેનીંગની વ્યવસ્થા કરવામાં આવી છે.