Site icon Revoi.in

લાંબા સમય બાદ મહારાષ્ટ્રના બે સિનેમાઘરોમાં ફિલ્મ રિલીઝ કરાઈઃ- સલમાનખાનની ‘રાધે’ ફિલ્મ દર્શકોએ મોટા પડદે નિહાળઈ

Social Share

મુંબઈઃ- છેલ્લા દોઢ વર્ષથી દેશમાં કોરોના મહામારીને કારણે ઘણા બદવાલ આવ્યા છે, જેમાં આટલા સમયગાળા દરમિ.યાન અનેક જાહેર સ્થળો બંધ રાખવામાં આવ્યા હતા તેની અસર મનોરંજન જગત પર પણ પડી, જેમંા થીયેટરો પમ બંધ થયા હતા ત્યારે હવે મહારાષ્ટ્રમાં ખૂબ લાંબે ગાળે બે સિનેમા ઘરોમાં બોલિવૂડ એક્ટર સલમાન ખાનની ફઇલ્મ રિલીઝ કરવામાં આવી છે,જેને લઈને દર્શકોએ મોટા પડદે આ ફઇલ્મની મજા લીધી છે.

સલમાન ખાનન રાધે ફિલ્મને સિનેમાઘરોમાં રિલીઝ કરવાની વાત માટે તૈયાર હતો, પરંતુ કોરોનાની બીજી તરંગને જોઈને તે ઓટીટી પ્લેટફોર્મ ઝી 5 પર રીલિઝ થઈ હતી. રાધે – યોર મોસ્ટ વોન્ટેડ ભાઈને 13 જૂને ઇદના અવસરે રજૂ કરવામાં આવી હતી. જો કે, હવે કોરોનાની ગતિ ધીમી પડતા થિયેટરોમાં પણ રજૂ થઈ રહી છે. મહારાષ્ટ્રના બન્ને સિનેમાઘરોમાં આ ફિલ્મ સાંજે સાડા સાત અને સાડા નવ વાગ્યે દર્શાવવામાં આવી રહી છે.

તાજેતરમાં જ જી સ્ટુડિયોએ એક પોસ્ટ કરી હતી અને ડ્રાઇવ ઇન સિનેમાનો આનંદ લઈ રહેલા દર્શકોનો ફોટા શેર કર્યા હતા. આ તસવીરોનાં કેપ્શનમાં લખ્યું છે કે, ‘તમારો મોસ્ટ વોન્ટેડ ભાઈ તમને માલેગાંવમાં મળવાની રાહ જોઈ રહ્યો છે’. ડ્રાઇવ ઇન સિનેમા માલેગાંવ અને અન્ય ખિનવાસરા સિનેપ્લેક્સ ઓરંગાબાદમાં છે જ્યાં ફિલ્મ બતાવવામાં આવી રહી છે

આ ફિલ્મના શઓ માં ‘સાંજે 7.30 વાગ્યે 22 લોકોએ પોતાની કરામાં કબેસીને જોઈ હતી જ્યારે જ્યારે 40 લોકો ખુરશી પર બેસીને ફિલ્મનો આનંદ માણી રહ્યા હતા’.

ઉલ્લેખનીય છે કે કોરનાની સ્થિતિ સામાન્ય રહેતા મહારાષ્ટ્ર અનલોક તરફ વળ્યું છે ત્યારે હવે મળતી માહિતી પ્રમાણે રાધએ ફિલ્મ કેટલાક શહેરોમાં રિલીઝ કરવાની યોજના બનાવાઈ રહી છે.આ સાથએ જ મહારાષ્ટ્રની બહાર પણ મોટા પડદે સલમાનની આ ફિલ્મ રાધએ જોવા મળી શકે તેવી સંભઆવનાો સેવાઈ  રહી છે.