Site icon Revoi.in

શું નોટબંધીની અસર નથી? ત્રણ વર્ષમાં કરન્સી ઓપરેશન્સમાં 3396 અબજનો વધારો

Social Share

નોટબંધી બાદ પણ બજારમાં કરન્સીના ઓપરેશન્સમાં વધારો થયો છે. ખુદ સરકારે સંસદમાં આની જાણકારી આપી છે. સરકારે એ પણ સ્વીકાર કર્યો છે કે બજારમાં રોકડ જેટલી વધારે હશે, ભ્રષ્ટાચાર તેટલો જ વધારે થશે. સરકારે માન્યું છે કે દુનિયાભરમાં રોકડ અને ખોટી ગતિવિધિઓ વચ્ચે ઘનિષ્ઠ સંબંધ જોવા મળે છે.

સાંસદ રામપ્રીત મંડલે લોકસભામાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણને ત્રણ સવાલ કર્યા હતા. તેમણે સવાલ કર્યો હતો કે શું નોટબંધી બાદ ગત વર્ષોની સરખામણીમાં કરન્સી ઓપરેશન્સ વધી ગયા છે. જો હા તો વિમુદ્રીકરણની શરૂઆત અને માર્ચ-2019 સુધી દેશમાં કરન્સી ઓપરેશન્સનું વિવરણ શું છે. સાંસદે એમ પણ સવાલ કર્યો હતો કે મુદ્રા પરિચાલનમાં વૃદ્ધિને કારણે અર્થવ્યવસ્થા પર શું નકારાત્મક પ્રભાવ પડે છે.

લોકસભામાં જવાબ આપતા કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે સ્વીકાર કર્યો છે કે નવેમ્બર-2016થી ઓપરેશન્સમાં કરન્સી વધી છે. તેમમે જણાવ્યું છે કે 4 નવેમ્બર-2016ની સ્થિતિ પ્રમણે, નોનટોનું કુલ મૂલ્ય 17741 બિલિયન રૂપિયા હતું. 29 માર્ચ-2019 પ્રમાણે પરિચાલનમાં કરન્સીનું મૂલ્ય 21137.6 બિલિયન રૂપિયા હતું. તેનાથી ઉજાગર થાય છે કે નોટબંધી બાદ મુદ્રાના પરિચાલનમાં 3396 બિલિયન રૂપિયા વધ્યા. મહત્વપૂર્ણ છે કે એક બિલિયન બરાબર 100 કરોડ એટલે કે એક અબજ રૂપિયા થાય છે.

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે એણ પણ જણાવ્યું છે કે આર્થિક સમીક્ષા 2016-17ના ખંડ એકમાં ઉલ્લેખ છે કે દુનિયાભરમાં રોકડ અને ખોટા કાર્યકલાપોની વચ્ચે ઘનિષ્ઠ સંબંધ જોવા મળે છે. ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલના આકલન પ્રમાણે, પરિચાલનમાં રોકડ જેટલી વધારે હશે, ભ્રષ્ટાચાર એટલો જ વધારે થશે. નાણાં પ્રધાનના જવાબથી માનવામાં આવે છે કે દેશમાં રોકડ પરિચાલન વધવાથી ભ્રષ્ટાચાર પણ વધવાની આશંકા છે.