Site icon Revoi.in

ભારત બાદ હવે પાકિસ્તાને ચીનને આપ્યો મોટો ઝટકો – ટિકટોક કર્યું બ્લોક

Social Share

ટિકટોકને લઈને ભારત અને અમેરીકામાં બેન કરવાના નિર્ણયો લેવામાં આવ્યા હતા ત્યારે હવે પાકિસ્તાને પણ ભારત બાદ ચીનને મોટો ઝટકો આપ્યો છે. મળતી માહિતી પ્રમાણે પાકિસ્તાનની ટેલિકોમ ઓથોરિટીએ શુક્રવારે ચાઇનીઝ એપ્લિકેશન ટિકટોકને બ્લોક કરી દીધી હતી.

પાકિસ્તાનના જિઓ ન્યૂઝના રિપોર્ટ પ્રમાણે જો વાત કરીએ તો, આ ઓથોરિટીએ કહ્યું છે કે ગેરકાયદેસર ઓનલાઇન સામગ્રીને સક્રિય કરવા માટે અસરકારક મિકેનિઝમ વિકસાવવા માટેની સૂચનાનું પાલન કરવામાં કંપની સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. ઉલ્લેખનીય છે કે જૂન મહિનામાં ભારતે સુરક્ષાના જોખમના કારણે ટિકટોક સહિતની અનેક ચીની એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂક્યો હતો.

મળતી માહિતી પ્રમાણે પાકિસ્તાનની ટેલિકોમ ઓથોરિટીએ વારંવાર કંપનીને ગેરકાયદેસર ઓનલાઇન સામગ્રીના સક્રિય મધ્યસ્થતા માટે અસરકારક પદ્ધતિ વિકસાવવા જણાવ્યું હતું. પરંતુ કંપની ઓથોરિટીએ તેનું પાલન કર્યું નહોતુ. પરિણામે ઓથોરિટીએ પાકિસ્તાનમાં ટિકટોકને બ્લોક કરવાનો નિર્ણય લીઘો છે, પાકિસ્તાન દ્વારા આ બાબતે ટિકટોકને જુલાઈ મહિનામાં ચેચવણી પર આપવામાં આવી હતી.

સાહીન-