Site icon Revoi.in

ઈન્ટરપોલના ઈનપુટ બાદ સીબીઆઈએ સમગ્ર દેશમાં 56 સ્થળો ઉપર દરોડા પાડ્યાં

Social Share

નવી દિલ્હીઃ ચાઈલ્ડ સેક્સ્યુઅલ પોર્નોગ્રાફીના મામલામાં સીબીઆઈ દ્વારા 20 રાજ્યોમાં 56 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યાં હતા. સીબીઆઈએ આ કાર્યવાહીને ‘ઓપરેશન મેઘદૂત’ નામ આપવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. સમગ્ર પ્રકરણમાં ઈન્ટરપોલ પાસેથી માહિતી મળતા એકશનમાં આવેલી સીબીઆઈએ સાગમટે દરોડા પાડ્યાં હતા.

સીબીઆઈના જણાવ્યા અનુસાર, આવી અનેક ગેંગની ઓળખ કરવામાં આવી છે જે માત્ર ચાઈલ્ડ સેક્સ્યુઅલ પ્રોનોગ્રાફી સંબંધિત સામગ્રીનો ઉપયોગ જ નથી કરતી પરંતુ બાળકોને શારીરિક રીતે બ્લેકમેલ કરીને તેનો ઉપયોગ પણ કરે છે. આ ગેંગ એક જૂથ બનાવીને અને વ્યક્તિગત રીતે કામ કરે છે.

સીબીઆઈને ઈન્ટરપોલ દ્વારા સિંગાપોરથી આ કેસના ઈનપુટ મળ્યા હતા, જે બાદ હવે સીબીઆઈ એક્શનમાં આવી છે. સીબીઆઈના આ દરોડા દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, પટના સહિત 20 રાજ્યોમાં ચાલી રહ્યા છે. ગયા વર્ષે પણ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું જેનું નામ ઓપરેશન કાર્બન હતું.

દેશમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો આ પહેલો મામલો નથી. ચાઇલ્ડ પોર્નોગ્રાફી દેશમાં ચિંતાનો વિષય છે. સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા પર સતત અપલોડ થઈ રહેલા ચાઈલ્ડ પોર્નોગ્રાફીના વીડિયો પર પણ ચિંતા વ્યક્ત કરી છે. બીજી તરફ સરકારે પણ આવા દુષણને ડામવા માટે એક્શન પ્લાન તૈયાર કર્યો હોવાનું જાણવા મળે છે.