Site icon Revoi.in

કેજરીવાલની ધરપકડ બાદ હવે આપના ગોવા ચીફ પર ગાળિયો, ઈડીએ શરૂ કરી છે પૂછપરછ

Social Share

પણજી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ હવે આમ આદમી પાર્ટીના ગોવા ચીફ અને અન્ય નેતાઓ પર સકંજો કસવાનું શરૂ થયું છે. ઈડીએ ગુરુવારે આમ આદમી પાર્ટીના ગોવા પ્રદેશ પ્રમુખ અમિત પાલેકર અને અન્ય ત્રણ નેતાઓની મની લોન્ડ્રિંગ મામલામાં પૂછપરછ શરૂ કર્યું છે. ઈડીએ પાલેકર, આમ આદમી પાર્ટીના નેતા રામરાવ વાધ, દત્તપ્રસાદ નાઈક અને અશોક નાઈકને સમન મોકલ્યા હતા.

સૂત્રોનો દાવો છે કે આમ આદમી પાર્ટીના ગોવા પ્રમુખ અને અનયથી થઈ રહેલી પૂછપરછનો મામલો દિલ્હી દારૂ ગોટાળામાં થઈ રહેલા મની લોન્ડ્રિંગના મામલાથી જોડાયેલો છે. આ મામલામાં દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના અન્ય ઘણાં નેતાઓની ધરપકડ થઈ ચુકી છે. દત્તપ્રસાદ અને અશોક ગોવામાં ભંડારી સમુદાયના નેતા છે. પાલેકર બપેરો 12.10 વાગ્યે ઈડી કાર્યાલય પહોંચ્યા, જ્યારે અન્ય ત્રણ તેમની પહેલા 11.15 વાગ્યે પહોંચ્યા.

ઈડી કાર્યાલયમાં પ્રવેશ કરતા પહેલા પાલેકરે માત્ર એટલું કહ્યું કે મને બોલાવવામાં આવ્યો છે. પાછા આવ્યા બાદ હું તમારા બધાંની સાથે વાત કરીશ. લંચ બ્રેક માટે બપોરે લગભગ બે વાગ્યે કાર્યાલયથી બહાર આવ્યા બાદ પાલેકરે કહ્યુ છે કે હું એ નથી જણાવી શકતો કે તપાસ શેના સંદર્ભે છે. હું તપાસમાં સામેલ થઈ ગયો છું. તે મને જે પણ સવાલ પુછાય રહ્યા છે, હું જવાબ આપી રહ્યો છું. તેમણે કહ્યુ ચે કે તેમનાથી મામલા સાથે જોડાયેલા આંકડા લાવવાનું કહેવામાં આવ્યું છે. તેમણે કહ્યુ છે કે ઈડીએ મને જે પણ ડેટા લાવવાનું કહ્યું છે, હું લાવીશ. તે પોતાનું કામ કરી રહ્યા છે, હું એક નાગરિક તરીકે પોતાનું કામ કરીશ.

લંચ બ્રેક બાદ ઈડીએ તેમની ફરીથી પૂછપરછ શરૂ કરી. ગોવામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય વેન્જી વીગાસ અને ક્રૂઝ સિલ્વા સહીત આમ આદમી પાર્ટીના ઘણાં નેતા પાલેકર અને અન્યની સાથે એકજૂટતા દેખાડવા માટે ઈડી કાર્યાલયની બહાર હાજર હતા. વીગાસે આરોપ લગાવ્યો છે કે કેટલાક લોકો પાસેથી નિવેદન લેવાની કોશિશ થઈ રહી છે, જેથી તે કેસ નોંધાવી શકે અને કેજરીવાલને જામીન આપવાનો ઈન્કાર કરી શકે. તેમણે કહ્યુ છે કે આમ આદમી પાર્ટીના નેતાઓની વચ્ચે ભયનો માહોલ પેદા કરાય રહ્યો છે. તેમણે આગળ કહ્યુ છે કે વિભિન્ન સોશયલ મીડિયા પ્લેટફોમ પર ખબર ફેલાવાય ગઈ છે કે ગુડ ફ્રાઈડેના દિવસે અધિકારી બંને ધારાસભ્યોના દરવાજા ખખડાવશે અને તેમને એરેસ્ટ કરી લેવામાં આવશે. તેમણે દાવો કર્યો છે કે આ નોટંકીનો ઉદેશ્ય ઈલેક્ટોરલ બોન્ડના મુદ્દાથી લોકોનું ધ્યાન ભટકાવવાનો હતો.