Site icon Revoi.in

મણિપુર બાદ મહારાષ્ટ્રમાં પણ આવ્યાં ભૂકંપના આંચકા, લોકોમાં ફફડાટ

Social Share

દિલ્હીઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકા આવતા લોકોમાં ભય ફેલાયો છે. શનિવારે લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરના ભૂકંપના આંચકા આવ્યાં હતા. દરમિયાન આજે રવિવારે મહારાષ્ટ્રમાં ભૂકંપના આંચકા નોંધાયા હતા. આ ઉપરાંત મણિપુરમાં ભૂકંપના આંચકા નોંધાયા હોવાનું જાણવા મળે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રના સાતારા અને કોલ્હાપુર વચ્ચે વાજેગાંવ નજીક ભૂકંપનો આંચકો આવ્યો હતો. આ આંચકાની તિવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 3.3 નોંધવાં આવી હતી. ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી ગયા હતા. જો કે, આ હળવા આંચકામાં મોટી જાનહાની થઈ હોવાનું સામે આવ્યું નથી.

દરમિયાન મણિપુરમાં પણ હળવા આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર અર્થ સાયન્સના જણાવ્યા અનુસાર, આજે સવારે 06.56 વાગ્યે મણિપુરના ઉખરૂલમાં 4.3 ની તીવ્રતાનું આંચકો અનુભવાયો હતો. જો કે, આ આંચકામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નહીં હોવાનું જાણવા મળે છે. પરંતુ મહારાષ્ટ્ર અને મણિપુરમાં ભુકંપના આંચકા આવતા લોકોમાં ભય ફેલાયો છે.