Site icon Revoi.in

દિલ્હીથી પરત ફર્યા બાદ નરેશ પટેલે કહ્યું, ક્યાં પક્ષમાં જોડાવવું તેનો નિર્ણય 15મી મે સુધીમાં કરીશ

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાત-આઠ મહિનાનો સમય બાકી રહ્યો છે. ત્યારે રાજકારણમાં વિવિધ ઉથલપાથલની શરૂઆત થઈ ગઈ છે. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ દિલ્હીમાં કેયલાક રાજકીય આગેવાનોને મળીને પરત આવી ગયા છે. દરમિયાન નરેશ પટેલે જણાવ્યું હતું કે, હું પ્રશાંત કિશોરને મળ્યો હતો, હાર્દિક પટેલ મારી પાસે આવ્યા હતા અને હું 15 મે સુધીમાં મારો નિર્ણય જાહેર કરીશ.

ખોડલધામના પ્રમુખ અને પાટીદાર સમાજમાં સારૂએવું વર્ચસ્વ ધરાવતા નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવવા અંગેની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. દરમિયાન નરેશ પટેલ એકાએક દિલ્હીની મુલાકાતે જતાં અટકળોનું બજાર ગરમ બન્યું હતું. દિલ્હીથી પરત ફર્યા બાદ તેમણે જણાવ્યું હતું કે, હું દિલ્હીમાં એક સામાજિક કામ માટે ગયો હતો. આ ઉપરાંત એક લગ્નમાં પણ ગયો હતો. જ્યાં અનેક નેતાઓને મળવાનું થયું હતુ. હું કોઈ ઓફિસમાં નથી ગયો. કોને મળવાનું થયું એના નામ નહિ આપું. ટૂંક સમયમાં જાહેરાત કરીશ. મારામાં નિર્ણય શક્તિનો અભાવ નથી. એટલે રાજકારણમાં આવવું કે નહીં તે હું જ નક્કી કરીશ. અને હવે તો સર્વે પણ પૂરો થઈ ગયો છે. હું મહાસભા બાદ મારો નિર્ણય જાહેર કરીશ. અને બીજી તારીખે કોંગ્રેસમાં જોડાઉ. તે નક્કી નથી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રશાંત કિશોરને મળ્યો છું એ વાત સાચી છે. હું ગઇકાલે પણ પ્રશાંત કિશોરને મળ્યો હતો.આ આ ઉપરાંત હાર્દિક પટેલ પણ મને મળવા આવ્યો હતો. તેના બે-ચાર પ્રશ્નો છે. તેને હલ કરવાનું અમે વિચારી રહ્યા છીએ. દરેક લોકો મને મળે છે.દરેક મારો સંપર્ક કરે છે. મારે ક્યાં જોડાવું એ મેં મહિનાના અંત સુધીમાં જાહેર કરીશ.

તેમણે કહ્યું હતું કે, પહેલા હું ઘણો કન્ફ્યુઝ હતો કે મારે મીડિયા અને સમાજને જવાબ દેવા પડે છે. પણ હું હવે મારો નિર્ણય 15 મે પહેલા જાહેર કરીશ. પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાઇ છે એવું લોકો કહે છે. પણ હું સ્પેસિફિક વાત કરીશ તો તમને બધાને ખબર પડી જશે. હાર્દિક પટેલનું ભાજપમાં જોડાવવા મુદ્દે તેનું જે વલણ છે. એ એનો અંગત નિણર્ય છે. પાટીદાર સમાજની મહાસભાનું આયોજન શ્રાવણ મહિના આસપાસ થશે. 27 એપ્રિલે ખોડલધામમાં અમારી બેઠક છે. એમાં મહાસમેલનની તારીખ જાહેર કરીશ. મારો નિર્ણય ખૂબ જ અગત્યનો છે. જો હું ઉતાવળે નિર્ણય લઈશ તો ફસાઈ જઈશ. એટલે યોગ્ય સમયે મારો નિણર્ય જાહેર થશે.