Site icon Revoi.in

સેબીના પ્રતિબંધ બાદ અભિનેતા અરશદ વારસીએ કરી સ્પષ્ટતા,ટ્વિટર પર લોકોને કરી આ અપીલ

Social Share

મુંબઈ:માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા પ્રતિબંધ લાદવામાં આવ્યા બાદ અભિનેતા અરશદ વારસીએ સ્પષ્ટતા કરી છે. અરશદે ટ્વિટર પર લોકોને વિનંતી કરી કે તે સાંભળેલી-સંભળાવેલી વાતો પર વિશ્વાસ ન કરે.અભિનેતાએ કહ્યું કે તેને અને તેની પત્ની મારિયા ગોરેટીને શેરબજારની કોઈ જાણકારી નથી.

તેણે ટ્વીટ કર્યું, કૃપા કરીને તમે જે પણ સમાચાર વાંચો છો તેના પર વિશ્વાસ ન કરો.મારિયા અને મારી પાસે સ્ટોક વિશે શૂન્ય જ્ઞાન છે.સલાહ લીધા પછી શારદામાં રોકાણ કર્યું અને બીજા ઘણા લોકોની જેમ અમે પણ અમારી મહેનતની કમાણી ગુમાવી દીધી.

અરશદ વારસી અને તેની પત્ની મારિયા ગોરેટી તથા અન્ય લોકો પર યુટ્યુબ ચેનલ પર વીડિયો અપલોડ કરીને બે કંપનીઓના શેરના ભાવમાં હેરાફેરી કરવાનો આરોપ છે.સેબીએ ગુરુવારે અરશદ વારસી, તેની પત્ની મારિયા અને સાધના ચેનલના કેટલાક પ્રમોટર્સ સહિત 45 લોકોને સિક્યોરિટી માર્કેટમાં ટ્રેડિંગ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

 

Exit mobile version