Site icon Revoi.in

અમદાવાદઃ કોરોનાનું સંક્રમણ ફેલતુ અટકાવવા AMCએ ઘડ્યો એકશન પ્લાન

Social Share

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થતા મનપાનું આરોગ્ય વિભાગ એક્ટિવ થયું છે. તેમજ કોરોનાનું સંક્રમણ ફેલતુ અટકાવવા માટે એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે. આ ઉપરાંત ટેસ્ટીંગ વધારવાની સાથે હોસ્પિટલોમાં દર્દીઓની સારવારને લઈને તૈયારીઓ કરવામાં આવી છે.

અમદાવાદમાં કોરોનાના કેસો વધતા એએમસી હરકતમાં આવ્યું છે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. શહેરમાં દરરોજ 20 હજારથી વધારે ટેસ્ટિંગ કરવામાં આવે છે. શહેરમાં હાલ 110 ધન્વંતરી રથ કાર્યરત છે. 418થી વધુ સંજીવની રથ કાર્યરત છે. 104 તાવની હેલ્પલાઈન માટે 9 ટીમો કાર્યરત કરવામાં આવી છે. 49 ટેસ્ટિંગ માટેના ડોમ શરૂ કરવામાં આવ્યા છે. 4,170 બેડની વ્યવસ્થા કરાઈ છે. જેમાં 1,800 ઓક્સિજન અને 650 ICU બેડ તૈયાર રખાયા છે. ઉપરાંત 21 ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે.

અમદાવાદ શહેરમાં જાન્યુઆરી મહિનામાં પોઝિટિવ કેસમાં રોકેટ ગતિએ વધારો થયો છે. જેથી મનપા દ્વારા ટેસ્ટીંગ વધારવાની સાથે હોસ્પિટલોમાં બેડની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પોઝિટીવ કેસ શોધી કાઢવા માટે સર્વે શરૂ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત શહેરની કેટલીક ખાનગી લેબના સહયોગથી વિવિધ વિસ્તારમાં આરટીપીસીઆર ટેસ્ટીંગ કરવામાં આવશે.