Site icon Revoi.in

અમદાવાદઃ ભારે વરસાદમાં બેઝમેન્ટમાં પાણી ભરાશે તો જે તે એકમે જાતે નિકાલ કરવો પડશે

Social Share

અમદાવાદઃ શહેરમાં હવે ભારે વરસાદમાં જો ખાનગી સોસાયટી તથા વ્યવસાયના એકમોના બેઝમેન્ટમાં પાણી ભરાશે તો હવે મનપા દ્વારા તેનો નિકાલ કરવામાં નહીં આવે. જે બે માળના બેઝમેન્ટ ધરાવતા એકમોએ પાણીના નિકાલ માટે પંપ રાખવો પડશે અને વરસાદી પાણી ભરાય ત્યારે જાતે જ પંપથી પાણીનો નિકાલ કરવાનો રહેશે. તેવો નિર્ણય મનપા દ્વારા કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

શહેરમાં રવિવારે પડેલા અતિભારે મોટા પાયે ભોયરામાં પાણી ભરાવાની ફરિયાદો મળી કોર્પોરેશન દ્વારા 4૩0 કરતા વધુ જગ્યાએ બેઝમેન્ટ માંથી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો અને આ માટે 80 થી વધુ ખાનગી પંપો ની મદદ લેવામાં આવી. બેઝમેન્ટમાં બે-ત્રણ દિવસ સુધી પાણી નો નિકાલ નાં થઈ શકતા તંત્ર સામે લોકોએ રોષ વ્યક્ત કર્યો. હવે તંત્ર પોતાની જવાબદારી માંથી છટકી રહ્યું છે અને પાણી નિકાલની જવાબદારી નાગરિકો ઉપર નાખી દીધી હવે પંપ લાવવા જેતે એકમનાં લોકોએ ખર્ચ કરવો પડશે.