Site icon Revoi.in

અમદાવાદઃ નાના રાજકીય પક્ષોને દાન આપીને ટેક્સ ચોરી કરનારા કરદાતાઓને IT ની નોટિસ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કરચોરી શોધી કાઢવા માટે આવકવેરા વિભાગ દ્વારા કવયાત કરવામાં આવી રહી છે. દરમિયાન કેટલાક કહેવાતા રાજકીય પક્ષોને દાન આપીને ટેક્સની ચોરી કરવામાં આવતી હોવાનો આવકવેરા વિભાગની તપાસમાં ખુલાસો થયો છે. જેથી કહેવાતા રાજકીય પક્ષોને દાન આપનારા કરદાતાઓને નોટિક ફટકારી હતી. આવકવેરા વિભાગની કાર્યવાહીથી કરદાતાઓમાં ફફડાટ ફેલાયો છે.

સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ ઇન્ક્મટેક્સ વિભાગે રાજકીય પક્ષોને બોગસ ડોનેશન આપતા કરદાતાઓને નોટિસ ફટકારી છે. 4 હજાર કરોડની ટેક્સ ચોરી અંગે ઇન્ક્મટેક્સ વિભાગ હરકતમાં આવી તમામને નોટીસ ફટકારી છે. 23 નાના નાના રાજકીય પક્ષોને ડોનેશન આપી કરચોરી થતી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. જેને લઈ ઈન્કમટેક્સ વિભાગ હરકતમાં આવી બોગસ ડોનેશન આપતા કરદાતાઓને નોટિસ ફટકારી છે. અગાઉ ઇન્ક્મટેક્સની ટીમોએ અમદાવાદ સહિત વિવિધ જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. રાજકીય પક્ષોને ચેકથી દાન આપી રોકડમાં પૈસા પરત લેતા હોવાનું કૌભાંડ સામે આવ્યું હતું. જે અંગે ઇન્ક્મટેક્સ વિભાગે હવે કાર્યવાહી કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, આવકવેરા વિભાગ દ્વારા કરચોરીને શોધવી કાઢવા માટે બિલ્ડર ગ્રુપ તથા અન્ય જૂથ ઉપર દરોડા પાડીને તપાસ કરવામાં આવે છે. બીજી તરફ અનેક પેઢીઓ અને કરદાતાઓ ટેક્સની ચોરી કરવા માટે વિવિધ રસ્તા શોધી કાઢે છે. આવા ટેક્સ ચોરો સામે આવકવેરા વિભાગે અભિયાન શરૂ કર્યું છે. આવકવેરા વિભાગની કાર્યવાહીથી કરદાતાઓમાં ફફડાટ ફેલાયો છે, આગામી દિવસોમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.