Site icon Revoi.in

અમદાવાદઃ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો, ગત વર્ષની સરખામણીએ વધુ કેસ

Social Share

અમદાવાદઃ શહેરમાં ફરી કવાર કોરોનાએ માથુ ઉચક્યું છે અને પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વધતા આરોગ્ય વિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયા છે. ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે કમળા અને ટાઈફોઈડના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરમાં ચાલુ વર્ષે કમળો અને ટાઈફોઈડના કેસમાં વધારો થયો છે. ચાલુ વર્ષે કમળાના 139 અને ટાઈફોઈડના 152 કેસ નોંધાયાં છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં ડેન્ગ્યુના 21, કમળાના 119 અને કેસ નોંધાયાં હતા. ચાલુ મસમાં ડેન્ગ્યુના 104 અને ચિકનગુનિયાના 99 કેસ નોંધાયા છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા કોર્પોરેશનની શાળાઓમાં જાગૃતિ અભિયાન શરૂ કરાશે. અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરવાને કારણે ઘરે-ઘરે બીમારીના ખાટલા હોવાની પરિસ્થિતિ ઉભી થઈ છે. મોટાભાગની સરકારી હોસ્પિટલોમાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવે છે.