Site icon Revoi.in

અમદાવાદઃ મેટ્રો રેલના ફેઝ-2નું કામ વધારે તેજ કરાયું, એપ્રિલમાં ટ્રાયલ રનનું આયોજન

Social Share

અમદાવાદઃ શહેરમાં મેટ્રો રેલના ફેઝ-2નું કામ હાલ પુરઝડપે ચાલી રહ્યું છે અમદાવાદના સાબરમતીથી ગાંધીનગરના ગીફ્ટ સિટી સુધીના રૂટની કામગીરી ચાલી રહી છે અને આગમી દિવસોમાં તેને પૂર્ણ કર્યા બાદ આ રૂટ ઉપર આવતા વર્ષના એપ્રિલ મહિનાથી ટ્રાપલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદથી ગીફ્ટસિટી સુધી મેટ્રો રેલ દોડતી થઈ જતા અમદાવાદથી ગાંધીનગર જવામાં વધારે સરળતા રહશે.

અમદાવાદ મેટ્રો ફેઝ-2 હેઠળ મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગાંધીનગર સેકટર-1 તથા ગીફ્ટ સીટીના 20 કિ.મી.ના પ્રાયોરીટી સેકશનની કામગીરી ખૂબ જ ઝડપથી આગળ વધી રહેલ છે. બે મોટા પુલો (સાબરમતી નદી ઉપરનો તથા નર્મદા કેનાલ ઉપરનો) પૈકી ઉપરોકત ફોટો સાબરમતી નદી ઉપરના 23 ગાળા (દરેક 48.80  મીટરના) અને કુલ 1 કિ.મીટર લાંબો પુલ છે જે પૈકી 12 ગાળાનું કામ પુર્ણ થયેલ છે, અને 13મા ગાળાનું કામ પ્રગતિમાં છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા દરેક ગાળાનું સુપર સટ્રકચર વિક્રમી 6 દિવસમાં પુર્ણ કરવામાં આવી રહેલ છે. જીએમઆરસીના સૂત્રો જણાવે છે કે ટ્રેનના ટ્રાયલ આવતા વર્ષના એપ્રિલ માસમાં શરુ થાય તેવું આયોજન છે.

અમદાવાદ શહેરમાં લાંબા સમયથી મેટ્રો રેલ દોડી રહી છે, શહેરના થલતેજથી લઈને સાબરમતી અને વસ્ત્રાલ સુધી મેટ્રો રેલ દોડે છે, એટલું જ નહીં આ રેલમાં દરરોજ હજારો પ્રવાસીઓ મુસાફરી કરી છે. આ ઉપરાંત હાલ દેશમાં ક્રિકેટ વર્લ્ડકપ ચાલી રહ્યો છે, વર્લ્ડકપની અનેક મેચોનું અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગોઠવવામાં આવી છે. જેથી પ્રવાસીઓની સુવિધાઓને ધ્યાનમાં રાખીને મેચના દિવસે ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.