Site icon Revoi.in

અમદાવાદઃ ધો-10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓએ માસ પ્રમોશન મુદ્દે આંદોગનના માર્ગે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે ધો-1થી 12ના વિદ્યાર્થીઓને માસપ્રમોશન આપવામાં આવ્યું છે. જ્યારે ધોરણ-10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની 15 જુલાઈથી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રીપીટર વિદ્યાર્થીઓ દ્વારા પણ માસપ્રમોશનની માંગણી કરવામાં આવી રહી છે. જો કે, સરકાર દ્વારા યોગ્ય નિર્ણય નહીં લેવાતા હવે વિદ્યાર્થીઓને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કર્યું છે.  અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે આંદોલન કરવા એકઠા થયાં હતા. જો કે, પોલીસે તેમની અટકાયત કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ધો.10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓએ ગાંધીઆશ્રમ ખાતે રિપીટર વિદ્યાર્થીઓ એકઠા થઈને પોતાના માસ પ્રમોશનની માગણી ઉઠાવી હતી. 15 જુલાઈથી રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ રહી છે. રિપીટર વિદ્યાર્થીઓની 15 જુલાઈથી પરીક્ષા શરૂ થવાની છે. અને બોર્ડની વેબસાઈટ પર હોલટિકિટ પણ જાહેર કરી દેવાઈ છે. આ અગાઉ કેટલાક વિદ્યાર્થીઓને માસ પ્રમોશનની માંગણી કરી હતી. વાલી મંડળ દ્વારા આ અંગે રજૂઆત કરાઈ છે કે, રિપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન થવું જોઈએ. જો કે, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, અમે સમજીને જ ધો.10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષાનું આયોજન કર્યું છે.