Site icon Revoi.in

ઓલ ગુજરાત ઓપન કરાટે ચેમ્પિયનશીપ 2023માં અમદાવાદના વિદ્યાર્થી જીત જાનીએ બ્રોન્ઝ મેડલ જીત્યો

Social Share

અમદાવાદઃ આણંદ જિલ્લાના વલ્લભ વિદ્યાનગર આયોજીત ઓલ ગુજરાત ઓપન કરાટે ચેમ્પિયનશીપ 2023માં અમદાવાદની જાણીતી સ્કૂલના જીત જાની નામના વિદ્યાર્થીએ બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતો. ચેમ્પિયનશીપમાં જીત જાનીએ ત્રીજો રેન્ક મેળવતા ખેલપ્રેમીઓએ તેને શુભકામનાઓ પાઠવી હતી.

સુત્રોના જણાવ્યા અનુસાર શહેરના મેમનગર વિસ્તારમાં આવેલી જાણીતી સ્કૂલ એચ.બી.કાપડિયામાં ધો 12 સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરનાર જીત જાની નામના વિદ્યાર્થીએ ઓલ ગુજરાત ઓપન કરાટે ચેમ્પિયનશીપમાં ભાગ લીધો હતો. વલ્લભવિદ્યાનગરમાં તા. 7થી 9મી જુલાઈ દરમિયાન આ પ્રતિયોગીતાનું આયોજન કરવામાં આવ્યું હતું. જીત જાની નવરંગપુરા વિસ્તારમાં આવેલા ઋષિરાજ કુંગૃફુ કરાટે ફેડરેશન (આરકેકેએફ)માં તાલીમ લેતો હોવાનું જાણવા મળે છે. વલ્લભવિદ્યાનગરમાં આયોજીત ઓલ ગુજરાત ઓપન કરાટે ચેમ્પિયનશીપમાં જીત જાનીએ ત્રીજો રેન્ક હાંસલ કર્યો હતો.