Site icon Revoi.in

એસટી, રેલવેની જેમ હવે વિમાની મુસાફરોમાં પણ વધારો થતાં એરપોર્ટ ધમધમવા લાગ્યા

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા સરકારે નિયંત્રણો લગભગ ઉઠાવી લીધા છે. સાથે.રોજગાર-ધંધા રાબેતા મુજબ બનતા જાહેર પરિવહન સેવાઓ પણ શરૂ થઈ ગઈ છે. એસટી, રેલવેની જેમ હવે વિમાની સેવાઓમાં પણ હવે ટ્રાફિક વધી રહ્યો છે. અમદાવાદ એરપોર્ટ ખાતે એક જ મહિનામાં ડોમેસ્ટિક મુસાફરોની અવર જવરમાં 70 ટકા જેટલો વધારો નોંધાયો છે. કોરોનાની પહેલી લહેર બાદ એરપોર્ટ પર મુસાફરો પરત ફર્યા હતાં પરંતુ બીજી લહેર ખતરનાક સાબિત થતાં લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ  અમદાવાદ એરપોર્ટ પર મે મહિનામાં 1 લાખ 32 હજાર મુસાફરો જ્યારે જૂન મહિનામાં 2 લાખ 23 હજાર 400 મુસાફરોની અવર જવર નોંધાઈ હતી. જૂન મહિનામાં કુલ 2 હજાર જેટલી ફ્લાઈટોની અવરજવર હતી. અમદાવાદ એરપોર્ટ પર જૂનમાં પ્રત્યેક ફ્લાઈટમાં સરેરાશ 103થી વધારે મુસાફરો હતાં. બીજી બાજુ મે મહિનામાં અમદાવાદ એરપોર્ટ પરથી માત્ર 75 લોકોની જ અવરજવર નોંધાઈ હતી. અમદાવાદ એરપોર્ટ પરથી મે મહિનામાં 215 ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં 7442 મુસાફરો જ્યારે જૂનમાં 212 ઈન્ટનેશનલ ફલાઈટમાં 9 હજાર 288 મુસાફરોની અવર જવર નોંધાઈ હતી. આ સ્થિતિએ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં સરેરાશ 35 જ્યારે જૂનમાં 43 મુસાફરો હતા. આમ, મે કરતાં જૂનમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં સાધારણ વધારો નોંધાયો છે.