Site icon Revoi.in

અજીત પવારે PM નરેન્દ્ર મોદીની કરી પ્રશંસા, પૂર્વ PM ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી સાથે કરી સરખામણી

Social Share

મુંબઈઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે પીએમ મોદીની પ્રશંસા કરીને તેમણી ગણતરી પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી સાથે સરખામણી કરી છે. પૂણેમાં તેમણે કહ્યું હતું કે, દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી ‘મિસ્ટર ક્લીન’ની ઈમેજ ધરાવતા હતા અને વડાપ્રધાન મોદી પણ એટલી જ પ્રતિષ્ઠા ધરાવે છે. ગયા મહિને NCPથી અલગ થઈને અજીત પવાર પોતાના સમર્થકો સાથે NDAમાં જોડાયાં છે.

અજિત પવારે કહ્યું, “શું કોઈ વડાપ્રધાન કાયદો અને વ્યવસ્થાના દૃષ્ટિકોણથી દેશમાં આટલા સારા વાતાવરણ વિશે વિચારી શકે છે. મણિપુરમાં જે કંઈ બન્યું તેનું સમર્થન કોઈ કરતું નથી. વડાપ્રધાને આ મુદ્દા પર સંજ્ઞાન લીધી છે. ભારતના ચીફ જસ્ટિસે પણ મણિપુરની ઘટનાની ગંભીર નોંધ લીધી છે. કેન્દ્ર અને મણિપુર સરકાર એ સુનિશ્ચિત કરી રહી છે કે, 3 મેની ઘટનાના ગુનેગારોને ન્યાય અપાવવામાં આવે.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પીએમ મોદી દરરોજ 18 કલાક કામ કરે છે. દિવાળી દરમિયાન પણ જ્યારે દેશવાસીઓ ઘરે ઘરે ઉજવણીમાં વ્યસ્ત હોય છે ત્યારે પીએમ મોદી સરહદ પર જવાનોની સાથે દિવાળીની ઉજવણી કરે છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમએ કહ્યું કે, વિપક્ષી પાર્ટી હોવાને કારણે તેઓ વિરોધ કરી શકો છો અને મોરચો કાઢી શકો છો, પરંતુ જેઓ સત્તામાં છે તેઓ જ નિર્ણય લઈ શકે છે. અજીત પવારે વધુમાં જણાવ્યું હતું કે, તેમણે મહારાષ્ટ્રના વિકાસ માટે ભાજપ-શિવસેના ગઠબંધનમાં જોડાવાનો નિર્ણય લીધો છે.

અજિત પવારે પીએમ મોદીની ભારતના બે પૂર્વ વડાપ્રધાનો સાથે સરખામણી કરતા કહ્યું કે, “ઇન્દિરા ગાંધી જ્યારે અન્ય દેશોની મુલાકાતે જતા ત્યારે સમાન સન્માન મેળવતા હતા. રાજીવ ગાંધીની છબી મિસ્ટર ક્લીન રહી, અમે એવી જ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોઈ રહ્યાં છે.