Site icon Revoi.in

સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના પર્વ ઉપર અલકાયદાના આતંકીઓ મોટા ગુનાને અંજામ આપવાના હતા, તપાસમાં ખુલાસો

Social Share

અમદાવાદઃ રાજકોટમાંથી ઝડપાયેલા આતંકવાદી સંગઠન અલકાયદાના 3 સભ્યોની એટીએસની ટીમે આગવી ઢબે પૂછપરછ આરંભી છે. આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. દરમિયાન આરોપીઓને પકડવા માટે પોલીસે કરેલા ઓપરેશનનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એટીએસના અધિકારીઓ સામાન્ય વ્યક્તિની જેમ જ આરોપીઓના રૂમ ઉપર ગયા હતા. તેમજ તેમને દબોચી લીધા હતા. આરોપીઓ સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના પર્વ ઉપર ભાંગફોડની પ્રવૃતિ આચરવાના હોવાનું તપાસમાં ખુલ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત એટીએસની ટીમે ચોક્કસ બાતમીના આધારે રાજકોટના સોની બજારમાં મજુરી કામ કરતા 3 શંકાસ્પદ આતંકવાદીઓને ઝડપી લીધા હતા. આ આતંકવાદીઓ પ્રતિબંધિત સંગઠન અલકાયદા સાથે જોડાયેલા હતા. પશ્ચિમ બંગાળના આ ત્રણેય આરોપીઓ પાસેથી પોલીસને મારક હથિયારો મળી આવ્યા હતા. તેમજ બાંગ્લાદેશ મોડ્યુલનો ખુલાસો થયો હતો. આરોપીઓ સાથે કામ કરતા અન્ય મુસ્લિમ મજુરોને પણ અલકાયદામાં જોડવા માટે પ્રેરિત કરતા હોવાનું સામે આવ્યું હતું. એટીએસની તપાસમાં અન્ય ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપીઓ જન્માષ્ટ્રમીના પર્વ ઉપર રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આતંકવાદી કૃત્યને અંજામ આપવા માંગતા હતા.

એટીએસની ટીમે સમગ્ર ઘટનાને લઈને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. પોલીસે 12 શકાસ્પદોની પૂછપરછ કરવામાં આવી છે, તેમજ આરોપીઓના મોબાઈલ ફોનની તપાસ કરવામાં આવી રહી છે. જેમાં ચોંકનાવારના ખુલાસા થવાની શકયતા છે. આરોપીઅમન, અબ્દુલ શુકુર અને સૈફ નવાઝ આતંકી સંગઠન અલકાયદા માટે ફંડિંગ અને સ્લીપર સેલને સપોર્ટ કરવા માટે એક્ટિવ થયા હોવાનું તપાસમાં ખુલ્યું છે.