Site icon Revoi.in

દેશના આ પાંચ રાજ્યોમાં સૌથી વધારે પીવાય છે દારૂ

Social Share

દિલ્હીઃ દેશના અનેક રાજ્યોમાં દારૂના વેચાણ ઉપર સરકારોને સૌથી વધારે આવક થાય છે. જો કે, દેશમાં દારૂનું સેવન કરાનારા 95 ટકા પુરુષો માત્ર 18થી 49 વર્ષની વયના છે. પંજાબ, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્ર એવા રાજ્યો છે જ્યાં મહત્તમ સંખ્યામાં બાળકો દારૂનું સેવન કરતા હોવાનું જાણવા મળે છે. આ રાજ્યોમાં બાળકો દ્વારા દારૂનો સરેરાશ વપરાશ રાષ્ટ્રીય સરેરાશ કરતા ત્રણ ગણો છે. આ ઉપરાંત છત્તીસગઢ, ત્રિપુરા, પંજાબ, અરૂણાચલ પ્રદેશ અને ગોવા એમ દેશના પાંચ રાજ્યોમાં સૌથી વધારે દારૂ પીવાય છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાષ્ટ્રીય સ્તરે લગભગ 14.6 ટકા લોકો દારૂનું સેવન કરે છે. જ્યારે સૌથી વધારે છત્તીસગઢમાં આશરે 35.6 ટકા દારૂનું સેવન કરે છે. લગભગ 5 ટકા લોકો દારૂ ઉપર જ નિર્ભર છે. દેશમાં સૌથી વધારે દારૂ પીવાના મામલે છત્તીસગઢ પછી બીજા ક્રમે ત્રિપુરા આવે છે. ત્રિપુરામાં 34.7 ટકા લોકો દારૂ પીવે છે જે પૈકી 13.7 ટકા લોકો શરાબ ઉપર નિર્ભર છે. પંજાબમાં પણ 28.5 ટકા દારૂનું સેવન કરે છે. જે પૈકી 6 ટકા લોકો એવા છે જે દરરોજ દારૂનું સેવન કરે છે. અરૂણાચલ પ્રદેશમાં 28 ટકા લોકો દારૂ પીવે છે. જેમાંથી 7.2 ટકા લોકો દરરોજ દારૂનો નશો કરે છે. આવી જ રીતે ગોવામાં પણ દારૂ વધારે પીવાય છે. ગોવામાં 26 ટકા લોકો દારૂનું સેવન કરતા હોવાનું જાણવા મળે છે. દારૂ પીવો શરીર માટે હાનીકારક હોવા છતા અનેક લોકો દારૂના નશામાં ચકચૂર રહે છે.