Site icon Revoi.in

પાકિસ્તાનની સાથે તેના મિત્ર દેશ તુર્કીને પણ FATFએ ગ્રે લિસ્ટમાં મુક્યું

Social Share

દિલ્હીઃ વૈશ્વિક નાણાકીય નિરીક્ષક સંસ્થા ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સએ કાશ્મીરમાં સક્રીય આતંકવાદીઓને પ્રોત્સાહન આપનારા પાકિસ્તાનને બેવડો ફટકો લાગ્યો છે. એફએટીએફએ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં યથાવત રાખવાની સાથે તેના મિત્ર તુર્કીને પણ આતંકવાદીઓને પ્રોત્સાહન આપવાના આરોપસર ગ્રે લિસ્ટમાં નાખવામાં આવ્યું છે. આ પહેલા પાકિસ્તાન અનેકવાર તુર્કીની મદદથી બ્લેક લિસ્ટ થતા બચતું રહ્યું છે. પરંતુ હવે તુર્કીને જ એફએટીએફ ઝપટે લેતા ભારતને મોટી સફળતા મળી છે. ભારત આતંકવાદ સામે લડી રહી છે અને આતંકવાદીઓના આકાઓ સામે કાર્યવાહી કરવાની રાષ્ટ્રીય મંચ ઉપર અનેકવાર માંગણી કરી છે.

એફએટીએફએ કહ્યું કે પાકિસ્તાન ત્યાં સુધી યાદીમાં રહેશે કે તે જ્યાં સુધી સાબિત નહીં કરે કે, જમાત ઉદ દાવાના પ્રમુખ હાફિઝ સઈદ અને જૈશ-એ-મંહમદના સ્સંથાપક મસૂદ અઝહર સામે કાર્યવાહી કરવામાં આવી છે. યુએનની વૈશ્વિક આતંકવાદીઓની યાદીમાં બંને આતંકીઓનો સમાવેશ થાય છે. પાકિસ્તાને 34 એકશન પોઈન્ટની સામે 30 પૂરા કરાયાં છે. જેથી પાકિસ્તાનને બ્લેકલિસ્ટ કરવાનો સવાલ ઉભો થયો નથી. પાકિસ્તાન અને તુર્કી બંને દેશોએ ભારતની વિરુદ્ધમાં વૈશ્વિક મંચ ઉપર ખોટો પ્રચાર કરવામાં પાછીપાની નથી કરી. ભારતના અધિકારીએ કહ્યું કે, એફએટીએફની ગ્રે લિસ્ટ સાબિત કરે છે કે, ગેરકાયદે પ્રવૃતિઓમાં સામેલ કરીને વિશ્વને અવ્યવસ્થિત કરવા ઈચ્છે છે. એફએટીએફના નિર્ણયથી બંને દેશની નાપાક જોડીને મોટો ફટકો લાગ્યો છે.

તુર્કી અને પાકિસ્તાનને એફએટીએફને ગ્રે લિસ્ટમાં મુકવાથી બંને આર્થિક સ્થિતિને અસર પડશે. તુર્કીએ પાકિસ્તાનની જેમ આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ, વિશ્વ બેંક અને યુરોપીય સંધ પાસેથી આર્થિક મદદ મલી મુશ્કેલીનો સામનો કરવો પડશે. એફએટીએફના નિર્ણયથી તુર્કીની આર્થિક મુશ્કેલીઓ વધશે.