અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા અંબાજી તરફ થઈ રહ્યાં છે. બીજી તરફ અંબાજી તરફના માર્ગો ઉપર પદયાત્રીઓની સેવા માટે ઠેર-ઠેર વિવિધ સંસ્થાઓ દ્વારા કેમ્પ શરૂ કરવામાં આવ્યાં છે. દરમિયાન અંબાજીના મેળાને ધ્યાનમાં રાખીને એસટી નિગમ દ્વારા એક હજાર બસ દોડાવાશે.
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા પહોંચે છે. કોરોના મહામારીને પગલે બે વર્ષ બાદ અંબાજીમાં ભાદરવી પૂનમની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. જે માટે મદિંર ટ્રસ્ટ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. અંબાજીના ભાદરવી પૂનમના મેળાને લઈ ST નિગમ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. અંબાજીના મેળામાં 1000 બસ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ ભક્તોને સુવિધા મળી રહે તે માટે વધારાની બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
(Photo-file)