1. Home
  2. Tag "will run"

અશ્વિની વૈષ્ણવે કરી જાહેરાત, રેલવે 1000 નવી ટ્રેનો દોડાવશે, ભવિષ્ય કેવું હશે તે જણાવ્યું

ભારતીય રેલ્વે દેશના અર્થતંત્ર અને લોકોની જીવનશૈલીનો અભિન્ન ભાગ છે, પરંતુ હવે તે ફક્ત પરિવહન માટે જ નહીં, પરંતુ વૈશ્વિક સ્પર્ધામાં પ્રવેશવાની ભારતની તૈયારીનો એક ભાગ બની રહી છે. કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આગામી પ્રોજેક્ટ વિશે માહિતી આપી. તેમના મતે, આગામી વર્ષોમાં ભારતીય રેલ્વેમાં થનારા ક્રાંતિકારી ફેરફારો દેશની લોજિસ્ટિક્સ ક્ષમતામાં અનેકગણો વધારો કરશે એટલું […]

પશ્ચિમ રેલવે: અમદાવાદ-થિવીમ વચ્ચે દ્વિ-સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડશે

અમદાવાદઃ પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને થિવીમ વચ્ચે વિશેષ ભાડા પર દ્વિ-સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે. ટ્રેન નં. 09412 અમદાવાદ-થિવિમ સ્પેશિયલ 08 ડિસેમ્બર 2024 થી 01 જાન્યુઆરી 2025 સુધી દર રવિવાર અને બુધવારે અમદાવાદથી 14.20 કલાકે ઉપડશે અને બીજા દિવસે 11.00 કલાકે […]

અમદાવાદ-આગ્રા કેન્ટ વચ્ચે દોડશે સમર સ્પેશિયલ ટ્રેન

અમદાવાદઃ મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન દ્વારા અમદાવાદ અને આગ્રા કેન્ટ વચ્ચે વિશેષ ભાડા પર ત્રિ-સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. ટ્રેન નંબર 01920/01919 અમદાવાદ-આગ્રા કેન્ટ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ (20 ટ્રીપ્સ) ટ્રેન નંબર 01920 અમદાવાદ-આગ્રા કેન્ટ સ્પેશિયલ 17 મે 2024 થી 30 જૂન 2024 સુધી દર બુધવાર, શુક્રવાર અને રવિવારે અમદાવાદથી […]

વેરાવળ-અમદાવાદ-સોમનાથ એક્સપ્રેસ ટ્રેન 2 જુલાઈ સુધી સાબરમતી સ્ટેશન સુધી જ દોડશે

અમદાવવાદઃ રાજકોટ રેલવે ડિવિઝનની વેરાવળ-અમદાવાદ અને અમદાવાદ-વેરાવળ એક્સપ્રેસને આંશિક રીતે રદ્દ કરવામાં આવી છે. જેને લઈને આ બંને ટ્રેનો આગામી 2 જુલાઈ સુધી સાબરમતી સ્ટેશન સુધી જશે. પશ્ચિમ રેલવેના અમદાવાદ રેલવે સ્ટેશન પર એન્જિનિયરિંગના કામ માટે 23 જૂનથી લઈને 02 જુલાઈ, 2023 સુધી બ્લોક લેવામાં આવશે. જેને લઈ રાજકોટ ડિવિઝનથી પસાર થતી આ બે ટ્રેનોને […]

ઉનાળું વેકેશનમાં ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા એસટી નિગમ દ્વારા 1400 બસ એક્સ્ટ્રા દોડાવાશે

અમદાવાદઃ ગુજરાતની મોટાભાગની શાળા-કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં વાર્ષિક પરીક્ષાઓ પૂર્ણ થઈ જતાં ઉત્તરવહીઓનું મૂલ્યાંકનનું કાર્ય ચાલી રહ્યું છે. તા.4થી મેથી ઉનાળાના વેકેશનનો વિધિવત પ્રારંભ થશે. ઉનાળાના વેકેશનમાં દરેક પરિવાર પોતાના બાળકો સાથે બહારગામ પર્યટક સ્થળોએ ફરવા માટે જતો હોય છે. ત્યારે ઉનાળું વેકેશનના ટ્રાફિકને પહોંચી વળવા માટે એસટી નિગમ દ્વારા 1400 જેટલી એક્સ્ટ્રા બસો દોડવવાનો […]

હવે ભારતમાં અંડરવોટર મેટ્રો ટ્રેન દોડતી જોવા મળશે, કોલકતામાં થશે ટ્રાયલ રન

નવી દિલ્હીઃ હવે મેટ્રો પાણીની નીચેથી પણ દોડશે. ભારતમાં પ્રથમ અંડરવોટર મેટ્રો ટ્રેન શરૂ થવા જઈ રહી છે. 9 એપ્રિલ એટલે કે આવતીકાલે તેનું પરીક્ષણ કરવામાં આવશે. આ મેટ્રો હુગલી નદીમાં બનેલી ટનલમાંથી પસાર થશે. આ મેટ્રોમાં 6 કોચ જોડવામાં આવશે. એટલું જ નહીં આ મેટ્રોમાં બીજી ઘણી વિશેષતાઓ છે. કોલકાતા પૂર્વ-પશ્ચિમ મેટ્રો પ્રોજેક્ટ હેઠળ […]

સોમનાથ-રાજકોટ વચ્ચે ઈલેક્ટ્રિકેશનનું કામ પૂર્ણ થતાં જ 16 જેટલી ઈલેક્ટ્રીક ટ્રેનો દોડશે

રાજકોટઃ સોમનાથ-રાજકોટ વચ્ચે રેલવે લાઈન પર ઈલેક્ટ્રિફિકેશનનું કામ પૂર્ણ થવાની તૈયારીમાં છે. આ કામ પૂર્ણ તયા બાદ રાજકોટ સોમનાથ વચ્ચે 16 જેટલી ટ્રેનોમાં ઈલેક્ટ્રિક એન્જિન જોડવામાં આવશે. તેથી ટ્રેનોની ઝડપમાં પણ વધારો થશે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ- સોમનાથ વચ્ચે હાલ ડિઝલ સંચાલીત ટ્રેન દોડી રહી છે. જે આગામી દિવસોમાં ભુતકાળ બની જશે. કારણ કે આ […]

પોરબંદર-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ હવે કેટલાક દિવસ સુધી દાદર સ્ટેશન સુધી દોડશે

રાજકોટઃ પશ્ચિમ રેલવે દ્વારા બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર પિટ લાઇનનું કામ હાથ ધરવામાં આવ્યુ છે. આથી રેલ યાતાયાતને તેની અસર થશે. જેના કારણે પોરબંદર-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ પરિવર્તિત સમય સાથે મુંબઈ સેન્ટ્રલને બદલે દાદર સ્ટેશન સુધી  દોડશે. આ ટ્રેન આગામી આદેશ સુધી મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર જશે નહીં. તેવી જ રીતે, મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ […]

અંબાજીઃ ભાદરવી પૂનમના મેળામાં એક હજાર એસટી બસ દોડાવાશે

અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા અંબાજી તરફ થઈ રહ્યાં છે. બીજી તરફ અંબાજી તરફના માર્ગો ઉપર પદયાત્રીઓની સેવા માટે ઠેર-ઠેર વિવિધ સંસ્થાઓ દ્વારા કેમ્પ શરૂ કરવામાં આવ્યાં છે. દરમિયાન અંબાજીના મેળાને ધ્યાનમાં રાખીને એસટી નિગમ દ્વારા એક હજાર બસ દોડાવાશે. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં દર વર્ષે લાખોની સંખ્યામાં […]

હવા સાથે વાત કરતી નવી વંદે ભારત ટ્રેન હવે અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે

નવી દિલ્હીઃ ભારતીય રેલ્વેએ એક નવી સફળતા મેળવી છે. ભારતીય રેલ્વેની વંદે ભારત ટ્રેને ટ્રાયલ રન દરમિયાન 180 kmphની સ્પીડ લિમિટ તોડી હતી. રેલવે માટે આ એક નવી સફળતા છે. વીડિયો શેર કરતાં અશ્વિની વૈષ્ણવે ટ્વિટર પર લખ્યું, “આત્મનિર્ભર ભારતની ગતિ…”. નવી ટ્રેન અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડાવવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. સુત્રોના જણાવ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code