Site icon Revoi.in

ભારતમાં હવે અમદાવાદ સ્પોર્ટ્સ સિટી બની રહ્યું છેઃ કેન્દ્રીય રમત-ગમત મંત્રી

Social Share

અમદાવાદઃ દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું અમદાવાદમાં નિર્માણ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં નવનિર્મિત મોટેરા સ્ટેડિયમનું આજે રાષ્ટ્રપતિના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ્રે કેન્દ્રીય રમત-ગમત મંત્રીએ ગુજરાતમાં સ્પોર્ટ્સ માં યુવાનોના વધી રહેલા ઝુકાવની પ્રસંશા કરી હતી.

કેન્દ્રીય રમત-ગમત મંત્રી કિરણ રિજિજુએ જણાવ્યું હતું કે, આજે ખેલ જગત માટે જ નહીં પરંતુ સમગ્ર ભારત માટે ગૌરવનો દિવસ છે. આપણે સ્વપ્ન જોતા હતા કે આપણા દેશમાં દુનિયામાં સૌથી મોટુ સ્ટેડિયમ બનશે. દુનિયાનું સૌથી મોટુ સ્ટેડિયમ હવે ભારતમાં જ છે. પીએમ મોદી દેશને આગળ લઈ જઈ રહ્યાં છે. કેવી રીતે આ સ્ટેડિયમ ઉભુ કરવું તેની માહિતી નરેન્દ્ર મોદીએ આપી હતી. આ સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટુ નહીં પરંતુ આધુનિક પણ છે. આ 21મી સદીના મોર્ડન સ્ટેડિયમ પૈકીનું એક છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનની ઈચ્છા છે કે રમત-ગમત ક્ષેત્રે ભારત આગળ વધે. આત્મનિર્ભર ભારત માટે ભારતીયો કેવી રીતે ફીટ રહે તે માટે ફીટ ઈન્ડિયા અભિયાન ચાલી રહ્યું છે. સમગ્ર દેશમાં ફીટ ઈન્ડિયા અભિયાનનો માહોલ બન્યો છે. ગુજરાત સરકારે રમત-ગમત ક્ષેત્રને આગળ વધારવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ખેલો ઈન્ડિયામાં ગુજરાત ટોપ-5માં છે. ભારત દેશમાં અમદાવાદ હવે સ્પોર્ટ્સ સીટી બની રહ્યું છે.