Site icon Revoi.in

અમેરિકા: એક ફોન કૉલ પર નોકરીમાંથી કાઢવામાં આવ્યા કંપનીના 400 કર્મચારીઓ, જાણો ક્યું હતું કારણ?

Social Share

વોશિંગ્ટન: ઈટાલી અને અમેરિકાની વાહન નિર્માણ કરતી કંપની સ્ટેલેંટિસે અમરિકામાં પોતાના ઈજનેરો, સોફ્ટવેર અને તકનીકી વિભાગમાં કામ કરી રહેલા 400થી વધુ કર્મચારીઓની હકાલપટ્ટી કરી છે.

એક રિપોર્ટ મુજબ, કાર નિર્માતા કંપનીએ એક નોટિસમાં કર્મચારીઓને કહ્યું છે કે અમે મહત્વપૂર્ણ બેઠકો આયોજીત કરી રહ્યા છીએ, જેમાં વિશેષ ભાગીદારીની જરૂરત હશે. રિમોટ કોલમાં સામેલ થનારા કર્મચારીઓને જણાવવામાં આવ્યું છે કે તેમને મિકેનિકલ ઈજનેર તરીકે નોકરીમાંથી કાઢી મૂકાય રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે સ્ટેલેંટિસ કંપની ભારત, મેક્સિકો અને બ્રાઝિલમાં નોકરીઓનું આઉટસોર્સિંગ કરી રહી છે. કંપનીઓનું કહેવું છે કે તે ઓછી લાગતવાળા દેશોમાં પોતાનો વેપાર આગળ વધારવા માંગે છે, જે કંપની માટે ફાયદાકારક છે. તેમણે આગળ કહ્યું છે કે ઓટો ઉદ્યોગ દુનિયાભરમાં અભૂતપૂર્વ અનિશ્ચિતતાઓનો સામનો કરી રહ્યો છે. સ્ટેલેંટિસનું કહેવું છે કે કર્મચારીઓની દક્ષતામાં સુદારો લાવવા માટે આવા નિર્ણય લેવામાં આવે છે.

સ્ટેનલેંટિસે આ નિર્ણય એવા સમયે કર્યો છે, જ્યારે અમેરિકામાં ઘણી કંપનીઓમાંથી લોકોને હાંકી કઢાય રહ્યા છે. ઘણી કંપનીઓએ કર્મચારીઓની અચાનક છટણીની માહિતી આપી છે. તેના પહેલા ટ્વિટરે પણ મોટા પ્રમાણમાં લોકોની છટણી કરી હતી. ટ્વિટર બાદ ગોલ્ડમેનસેક્સે પણ ટીકાનો સામનો કરવો પડયો. જાન્યુઆરી, 2024માં ગૂગલ અને અમેઝોન જેવી મુખ્ય કંપનીઓએ મોટા સ્તર પર પોતાના કર્મચારીઓને હાંકી કાઢયા. હવે સ્ટેનલેંટિસે પણ ઘણાં કર્મચારીઓની છટણી કરી છે. કંપની દ્વારા 400થી વધારે લોકોને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.