Site icon Revoi.in

ડેન્ગ્યુના વધતા કેસ વચ્ચે દિલ્હીમાં કડકાઈ- કોમર્શિયલ સ્થળો પર મચ્છરોનું બ્રીડિંગ જોવા મળશે તો 10 ગણો દંડ ભરવો પડશે

Social Share

દિલ્હી:રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાષ્ટ્રીય રાજધાનીમાં ડેન્ગ્યુ અને અન્ય વેક્ટર-જન્ય રોગોને રોકવા માટેની રીતો પર ચર્ચા કરવા માટે એક બેઠક બોલાવી હતી. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે જો દિલ્હીમાં કોમર્શિયલ સ્થળો પર મચ્છરોનું બ્રીડિંગ જોવા મળશે તો 10 ગણો દંડ ભરવો પડશે

આ સાથે હવે ઘરોમાં મચ્છરોના બ્રીડિંગ માટે બમણો દંડ ભરવો પડશે. અગાઉ દિલ્હીમાં દંડની રકમ 500 રૂપિયા હતી. નવા આદેશ મુજબ હવે ઘરની તપાસ દરમિયાન મચ્છરોની ઉત્પત્તિ જણાય તો 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે. જ્યારે કોમર્શિયલ સ્થળોએ મચ્છરોના બ્રીડિંગ માટે 5000 રૂપિયાનો દંડ ભરવો પડશે.

રિપોર્ટ અનુસાર આ વર્ષે 22 જુલાઈ સુધી દિલ્હીમાં ડેન્ગ્યુના કુલ 187 કેસ નોંધાયા છે, જે 2018 પછી આ સમયગાળા દરમિયાન સૌથી વધુ છે. આરોગ્ય મંત્રી સૌરભ ભારદ્વાજે જણાવ્યું હતું કે દિલ્હીમાં 20 ડેન્ગ્યુ પોઝિટિવ સેમ્પલના જીનોમ સિક્વન્સિંગથી જાણવા મળ્યું છે કે આમાંથી 19 સેમ્પલમાં ગંભીર સ્ટ્રેન ટાઈપ -2 હતું.

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી) દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર જુલાઈના પહેલા ત્રણ સપ્તાહમાં ડેન્ગ્યુના કેસોની સંખ્યા 65 હતી, જ્યારે જૂનમાં આ સંખ્યા 40 અને મે મહિનામાં 23 હતી. આ ઉપરાંત આ જ સમયગાળા દરમિયાન મેલેરિયાના 61 કેસ નોંધાયા છે. 2022માં દિલ્હીમાં 1 જાન્યુઆરીથી 22 જુલાઈ વચ્ચે ડેન્ગ્યુના 159 કેસ નોંધાયા હતા. જ્યારે 2021માં સમાન સમયગાળા દરમિયાન દિલ્હીમાં ડેન્ગ્યુના 47 કેસ નોંધાયા હતા.

સ્વાસ્થ્ય મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે મચ્છરોના બ્રીડિંગને રોકવા માટે દંડ વધારવામાં આવ્યો છે. તેથી, જો ઘરોમાં મચ્છરોની ઉત્પત્તિ જોવા મળે તો દંડ વધારીને 1,000 રૂપિયા અને વ્યાપારી સંસ્થાઓ પરનો દંડ વધારીને 5,000 રૂપિયા કરવામાં આવ્યો છે.

આરોગ્ય મંત્રીએ કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રીએ આરોગ્ય વિભાગને ડેન્ગ્યુના દર્દીઓ માટે બેડ અનામત રાખવા અને હોસ્પિટલો અને મોહલ્લા ક્લિનિક્સમાં દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે.