Site icon Revoi.in

સોમનાથ મહાદેવ મંદિરમાં અમિત શાહે પૂજા-અર્ચના કરી

Social Share

અમદાવાદઃ દેશના ગૃહમંત્રી ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. આજે તેઓ ગીરસોમનાથ જિલ્લાની મુલાકાતે ગયા હતા. અહીં તેમણે ચંદુપવાવ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં જનતા સાથે સંવાદ કર્યો હતો. આ ઉપરાંત તેમણે જૂનાગઢમાં શ્રી દિવ્યકાંત નાણાવટીજીની જન્મ શતાબ્દી પર્વ રુપાયતન ટ્રસ્ટ દ્વારા આયોજીત સ્મૃતિ પર્વ કાર્યક્રમમાં હાજરી આપી હતી. દરમિયાન તેઓ સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ ગયા હતા. જ્યાં તેમણે સોમનાથ દાદાની પૂજા અર્ચના કરી હતી.

સોમનાથ મહાદેવ મંદિરમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ ભગવાનની પૂજા-અર્ચના કરી હતી. તેમજ દેશની જનતાના કલ્યાણની પ્રાર્થના કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યું હતું કે, શ્રી સોમનાથ મંદિર અવિનાશી સનાત સસ્કૃતિનું જીવંત પ્રતીક છે. આજે પ્રથમ જ્યોતિલિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન અને તમામના કલ્યાણ માટે પ્રાર્થના કરી છે. મહાદેવજી તમામ ઉપર પોતાની કૃપા રાખે… હર હર મહાદેવ!

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની વિશેષ ઉપસ્થિતિમાં ગીર સોમનાથ જિલ્લાનાં ચાંડુવાવ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ યોજાઈ  હતી. આ પ્રસંગ્રે વિવિધ સમાજના આગેવાનો અને સંગઠનો દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સન્માન કરવામાં આવ્યું હતું.  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ અવસરે જણાવ્યું હતું કે, સોમનાથનો ઈતિહાસ સમગ્ર દેશ માટે ગૌરવપ્રદ છે. સોમનાથના લોકોએ સોમનાથ દાદાના રક્ષણ અને સ્વાભિમાન માટે અનેક બલિદાન આપી ભારતીય સંસ્કૃતિને અક્ષુણ્ણ રાખી છે. તેવી આ તપોભૂમિ જેણે વિનાશ પર વિકાસની ગાથા આલેખી છે. સોમનાથ દાદાની ફરકથી ધજા તેનું દ્યોતક છે