Site icon Revoi.in

અમિત શાહનો જમ્મુ-કાશ્મીરનો પ્રવાસ પાકિસ્તાન અને તેમના હિમાયતીઓને કરારો જવાબ..

Social Share

દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસનો જમ્મુ-કાશ્મીરનો પ્રવાસ પૂર્ણ કરીને દિલ્હી રવાના થયા છે. પ્રવાતના અંતિમ તબક્કામાં પુલવામાના લેથપોરામાં સીઆરપીએફ કેમ્પમાં જવાનોને સંબોધિત કર્યાં હતા. આ પ્રવાસ દરમિયાન અમિત શાહે જમ્મુ-કાશ્મીરને લઈને કેન્દ્ર સરકારના ઈરાદા જાહેર કર્યાં છે. એટલું જ નહીં ઈશારામાં પાકિસ્તાન અને જમ્મુ-કાશ્મીરમાં બેઠેલા તેમના હિમાયતીને સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે, જમ્મુ-કાશ્મીર ભારતનું જ હતું, છે અને રહેશે.

જમ્મુ-કાશ્મીરના નેતા ફારૂખ અબ્દુલ્લા, મહેબુલા મુફતી અને ગુલામ નબી આઝાદ સહિતના નેતાઓએ અગાઉ કહેતા રહ્યાં છે કે, જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપો પછી ચૂંટણી કરાવો. દરમિયાન સુરક્ષા મામલાના જાણકારોના મતે ઘાટીમાં અનેક એવા લોકો છે જેણે 70 વર્ષમાં કેન્દ્રમાંથી મોટી રકમ લીધી છે. પરંતુ તેમને મળતી રકમ બંધ થઈ ગઈ છે. આવા લોકો દેશ સાથે ગદ્દારી કરતા હતા. તેમણે આતંકવાદને ડામવાને બદલે આતંકવાદી સંગઠનોને મદદ કરતા રહ્યાં છે. તેવા લોકો જ આર્ટીકલ 370 દૂર થતા કાશ્મીરને લઈને કાગારોડ મચાવી રહ્યાં છે. આવા લોકોને અમિત શાહનો કરારો જવાબ આપ્યો છે. તેમજ કહ્યું કે, પહેલા જમ્મુ-કાશ્મીરમાં સીમાંકન થશે અને પછી ચૂંટણી થશે, તે બાદ પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવશે.

કાશ્મીરના રાજનેતાઓ, અલગાવવાદી નેતાઓ અને કેટલાક સંગઠનોને હવે માલુમ પડી ગયું છે કે, કેન્દ્ર સરકાર પૂર્વ સરકારની જેમ નમતુ નહીં જોખે. એટલું જ નહીં કેન્દ્રએ ઘાટીમાં કોઈ પણ સંગઠન અને જાણીતી વ્યક્તિઓના બેંક ખાતામાં આવતી રકમ અટકાવી દીધી છે. એક તરફ તેઓ સત્તામાં નથી અને બીજી તરફ કેન્દ્ર સરકાર તરફથી મળતી રકમ બંધ થઈ જતા તેઓ કાશ્મીરના મામલે ખોટી ખોટી બુમાબુમ કરી રહ્યાં છે.