Site icon Revoi.in

અમિતાભ બચ્ચન થયા કોરોના પોઝિટિવ,ટ્વિટ કરીને આપી માહિતી

Social Share

મુંબઈ:દેશમાં કોરોનાના કેસ હજુ પણ નોંધાય રહ્યા છે.કોરોનાની ઝપેટમાં અનેક લોકો આવ્યા તો કોરોનાથી અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા.સામાન્ય જનતા થી લઈને ફિલ્મ સ્ટાર્સ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.આ વચ્ચે હવે અમિતાભ બચ્ચન ફરી એકવાર કોરોના પોઝિટિવ જાણવા મળ્યા છે. બિગ બીએ પોતે સોશિયલ મીડિયા પર ચાહકોને આ માહિતી આપી છે.

અમિતાભ બચ્ચને ટ્વિટર પર લખ્યું, “હું થોડા સમય પહેલા જ કોરોના પોઝિટિવ આવ્યો છું. જે કોઈ મારા સંપર્કમાં આવ્યું છે, કૃપા કરીને ટેસ્ટ કરાવી લો.” અમિતાભ બચ્ચન હાલમાં ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ 14’ હોસ્ટ કરી રહ્યા છે.

આ ગેમ શો દરમિયાન અમિતાભ બચ્ચન ઘણા સ્પર્ધકોના સંપર્કમાં આવે છે.આવી સ્થિતિમાં તેઓ કેવી રીતે સંક્રમિત થયા તે કહેવું મુશ્કેલ છે.અમિતાભ બચ્ચન પોતાને ફિટ રાખવા માટે ઘણા બધા કામ કરે છે.તે કોરોના વાયરસના સમયમાં પણ પોતાનું ખૂબ ધ્યાન રાખતા હતા.

અમિતાભ બચ્ચનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેઓ આ દિવસોમાં બીજા ઘણા પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. હાલમાં જ અજય દેવગન ફિલ્મ ‘રનવે 34’માં જોવા મળ્યા હતા.જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી ન હતી.આ પછી તે અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે.આ ફિલ્મ 9 સપ્ટેમ્બરે રિલીઝ થશે.

અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે તેના ફેન્સને સમયાંતરે અપડેટ્સ આપે છે. અમિતાભ બચ્ચને પણ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ફેન્સને કોરોના સંક્રમિત થવાની જાણકારી આપી હતી.વર્ષ 2020 માં, જ્યારે દેશમાં કોરોનાની પ્રથમ લહેરે દસ્તક આપી, તે દરમિયાન મનોરંજન જગત સાથે સંકળાયેલા લોકો સહિત ઘણા લોકો સંક્રમિત થયા. અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન સહિત ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા પણ કોરોના સંક્રમિત થયા હતા.અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ ઐશ્વર્યા અને આરાધ્યા હોમ ક્વોરેન્ટાઇનમાં હતા.

આ સિવાય જાન્યુઆરી 2022માં બીજી વખત કોરોના વાયરસે અમિતાભ બચ્ચનના ઘરે દસ્તક આપી હતી. જો કે પરિવારમાં કોઈને તેનાથી ચેપ લાગ્યો ન હતો, પરંતુ રવિવારે કુલ 31 કાર્યકારી કર્મચારીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.જેમાંથી એક કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમિતાભ બચ્ચને બ્લોગમાં આ માહિતી આપી છે.અમિતાભ બચ્ચને તેમના બ્લોગમાં લખ્યું છે કે હું ઘરેલુ કોવિડ પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યો છું. હું તમારી સાથે પછીથી કનેક્ટ થઈશ. અત્યાર સુધીમાં ઘણા બોલિવૂડ સેલેબ્સ કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. તેમાં કરીના કપૂર ખાન, મૃણાલ ઠાકુર, એકતા કપૂર, અમૃતા અરોરા, અર્જુન કપૂર અને અન્ય સેલેબ્સ છે.