Site icon Revoi.in

શાહરુખની ફિલ્મ જવાન 1 હજાર કરોડની ક્લબમાં સામેલ થવા પર અમૂલે બનાવ્યું આ ખાસ ડૂડલ

Social Share

મુંબઈઃ બોલિવૂના કિંગખાન ગણાતા શાહરુખ ખાન હાલ ખૂબ ચર્ચામાં છએ જન્માષ્ટમીના રોજ તેમની ફિલ્મ જવાન સિનેમાઘરોમાં રિલ્ઝી કરવામાં આવી હતી ત્યારે હવે રિલીઝના 21 દિવસ બાદ આ ફિલ્મ વર્લ્ડ વાઈડ 1 હજાર કરોડની ક્લબમાં એવન્ટ્રી કરી ચૂકી છે આ ખાસ એવસર પર મિલ્કની બ્રાન્ડ એમૂલે ખાસ પ્રકારનું ડૂલ તૈયાર કર્યું છે અને જવાન ફિલ્મને શુભેચ્છાઓ પાઠવી છે.

શાહરૂખ ખાનની એક્શન બ્લોકબસ્ટર ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર રૂ. 576 કરોડની કમાણી કરી છે અને વૈશ્વિક સ્તરે પણ ભારે નફો કરી રહી છે. ત્રીજા સપ્તાહમાં રૂ. 1,000 કરોડની ક્લબમાં સામેલ થઈ. વિશ્વભરમાં ચાહકો શાહરૂખ ખાનની ફિલ્મ જવાનની સફળતાની ઉજવણી કરી રહ્યા છે.
શાહરુખની ફિલ્મની સફળતા માટે ભારતીય ડેરી બ્રાન્ડ અમૂલ પણ પાછળ રહી શકી નથી. તેમની તાજેતરની પોસ્ટમાં, અમૂલે રૂ. 1,000 કરોડની ક્લબમાં સામેલ થવા બદલ ફિલ્મની પ્રશંસા કરી છે. ઇન્સ્ટાગ્રામ પર ડૂડલ શેર કર્યું છે.
https://www.instagram.com/poojadadlani02/?utm_source=ig_embed&ig_rid=1f2b3c6f-7dc0-48db-a36d-a8be5b8d4d67
ભારતીય ડેરી બ્રાન્ડ એમૂલે ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી પોસ્ટમાં ફોટોમાં શાહરૂખ ખાનને હાફ-માસ્કમાં જોઈ શકાય છો – બ્રેડ-બટર ટોસ્ટ પકડીને. “જવાન હજાર કરોડ”, . અમૂલે તેની ટેગલાઇનને એટલી ટ્વિસ્ટ આપતાં આગળ કહ્યું, “એટલી બટરલી ડિલિશિયસ.” આ રીતે અમૂલે જવાનને શુભેચ્છાઓ આપી હતી.
આ સહીત બીજી એક પોસ્ટમાં અમૂલ ઇન્ડિયાએ લખ્યું, “#Amul Topical: શાહરૂખની બ્લોકબસ્ટર રૂ. 1000 કરોડના જાદુઈ આંકડાને સ્પર્શે છે!”
ઉલ્લેખનીય છે કે કોઈ ખાસ દિવસ હોય કે કોઈ ખાસ બાબત હોય ત્યારે અમૂલ ડેરી બ્રાન્ડ આ પ્રકારે ડૂડલ બનાવે છે અમૂલ હંમેશા તેની રચનાત્મક કળાથી લોકોની પ્રશંસા કરતું આવ્યું છે. અગાઉ તેણે રજનીકાંતની ફિલ્મ ‘જેલર’ માટે ખાસ પોસ્ટર બનાવ્યું હતું.