Site icon Revoi.in

લો બોલો, વીજ કંપનીના નારાજ લાઈટમેનને પોલીસ સ્ટેશનની વીજ કનેકશન કાપી નાખ્યું

Social Share

નવી દિલ્હીઃ બિહારના હાજીપુર વિસ્તારમાં પોલીસે મોટરસાઈકલ ઉપર પસાર થતા વિજળી કંપનીના લાઈટમેનને પકડીને તેને દંડ ફટકાર્યો હતો. જેથી ગુસ્સે ભરાયેલા લાઈટમેને પોલીસ સ્ટેશનનો વિજ પુરવઠો કાપી નાખ્યો હતો. મામલો વધારે ઉગ્ર બનતા પોલીસ અને વીજ કંપનીના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. એક કલાકની ચર્ચા બાદ ફરીથી પોલીસ સ્ટેશનમાં વિજ પૂરવઠો પુનઃ શરૂ થયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર મહનાર મુખ્ય રોડ ઉપર પોલીસ વાહન ચેકીંગ કરતી હતી. આ દરમિયાન મોટરસાઈકલ ઉપર પસાર થતા વિજળી વિભાગના લાઈટમેનને હેલમેટ વિના પકડ્યો હતો. લાઈટમેને હેલમેટ પહેર્યુ નહોવાથી પોલીસે તેની સામે ચાલાન કાર્યું હતું. પોલીસે દંડ ફટકારતા લાઈટમેન ગુસ્સે ભરાયો હતો. જે બાદ પોલીસ સ્ટેશનની સામે આવેલા લાઈટના થાંભલા ઉપર ચડી ગયો હતો અને પોલીસ સ્ટેશનની લાઈટ કાપી નાખી હતી. જેથી પોલીસ સ્ટેશનમાં અંધારપટ છવાયો હતો. જેથી પોલીસ સ્ટેશનના કર્મચારીઓ મોબાઈલના ટોર્ચથી કામગીરી કરતા હતા. દરમિયાન વિજ પુરવઠો લાઈટમેને કાપ્યો હોવાનું માલુમ પડતા પોલીસે તેની અટકાયત કરી હતી. આ બનાવની જાણ થતા વિજ વિભાગના અધિકારીઓ પોલીસ સ્ટેશન દોડી ગયા હતા. વિજળી વિભાગ અને પોલીસ વિભાગના અધિકારીઓ વચ્ચે ચર્ચાના અંતે એક કલાક બાદ મામલો થાળે પડ્યો હતો.